હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેકસ કરીને પૈસા કમાવાનું પ્રલોભન આપીને લાખો રૂપિયા પડાવતા હરામખોરો, પરિણીત મહિલાના શરીર પર લવલેટર અગર શાયરી લખેલી ચબરખી ફેંકનારા બદતમીજો, સરકારી સ્કૂલોની બહાર પાનમસાલાના ગલ્લા પર ખુલ્લેઆમ વેચાતા ગુટકા – સિગારેટ, પેકેટો પર ડેકલેરેશન – એમ.આર.પી. – પેકિંગ તારીખ – ઇમેલ એડ્રેસ – કસ્ટમર કેર નંબર સહિતની વિગતો કાયદાની જોગવાઇ મુજબ નહીં દર્શાવતી બેકરીઓ, ખેતરો અને ઝાડીઓ પાસેના લકઝુરિયસ બંગલાઓમાં ચોરી-લૂંટ કરતી ચડ્ડી-બનિયાનધારી ટોળકી, મ્યુનિ. સ્કૂલોમાંથી ચોરાતા સીલીંગ ફેન – ફાયર સેફટીના સાધનો – સ્પીકરો, કરોડો રૂપિયાનું પેટ્રોલ બારોબાર વેચીને જંગી ટેકસચોરી કરતા પેટ્રોલપંપવાળાઓ આદિ કલંકો આજના મહાનગરોમાં મોજૂદ છે.
અમદાવાદ -જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.