National

ડેલ્ટા વેરિઅન્ટનો સબ-લીનિઇજ એવાય.૧૨ ઘણા રાજ્યોમાં દેખાયો: ઇન્સાકોગ

એવાય.૧૨ જે ડેલ્ટાનો સબ-લીનિઇજ છે અને ઇઝરાયેલમાં નવા કેસો સર્જી રહ્યો છે તે દેશના ઘણા રાજ્યોમાં દેખાઇ રહ્યો છે પરંતુ તેની સંખ્યાની ગાઢ તપાસ કરવાની જરૂર છે, એમ દેશના જિનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઓના જૂથ એવા ઇન્સાકોગે પોતાના હાલના છેલ્લામાં છેલ્લા બુલેટિનમાં જણાવ્યું છે.

ઇન્સાકોગે જણાવ્યું હતું કે ડેલ્ટા અને એવાય.૧૨ની કામગીરીની અસરમાં તફાવત જાણવા મળ્યા નથી પરંતુ મોલેક્યુલર લેવલ પર બંને વચ્ચે ઘણી સમાનતા જણાઇ છે. ડેલ્ટા વેરિઅન્ટ એ આ સમયે ભારતમાં મોટો વેરિઅન્ટ ઓફ કન્સર્ન છે, એક રિએસાઈન્ડ સબ-લીનિઇજ ઓફ ડેલ્ટા ઘણા રાજ્યોમાં દેખાયો છે પણ તેના આંકડાઓની બારીક તપાસની જરૂર છે એમ ઇન્સાકોગે તેના ૨૩ ઓગસ્ટના બુલેટિનમાં જણાવ્યું હતું. આ ફેરવર્ગીકરણ એ પ્રાથમિકપણે માઇક્ર્રોએપિડેમીઓલોજીને મદદ કરવા માટે છે અને તે નોંધપાત્ર મ્યુટેશનોની પ્રાપ્તિના આધારે નથી એવું તેમાં નોંધવામાં આવ્યું છે.

એ હાલમાં જાણી શકાયું નથી કે એવાય.૪ – એવાય.૧૨ એ ડેલ્ટાથી ક્લિનિકલી જુદા છે. એવાય.૧૨માં ડેલ્ટા પેરન્ટ લીનિઇજમાં દેખાયેલા કેટલાક મ્યુટેશનો નથી. અલબત્ત, કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ડેલ્ટા વેરિઅન્ટ એ ઘણા દેશોમાં પ્રભાવી વેરિઅન્ટ રહ્યો છે જે ચેપના કેસો વધારી રહ્યો છે. એવાય.૧, એવાય.૨ અને એવાય.૩ને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અલબત્ત, આ સમયે આ સબ-લીનિઇજીસમાંથી કોઇ પણ ડેલ્ટા પેરન્ટ લીનિઇજ કરતા વિસ્તરવામાં આગળ વધી ગયા હોવાનું જણાયું નથી.

Most Popular

To Top