Gujarat

સાબરમતી ગાંધી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે કૈલાશનાથન દિલ્હી પી.એમ. મોદીને મળશે

પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મનાતા 1200 કરોડના સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ મહત્વનું પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન કરવા માટે હવે સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાશનાથ બે દિવસ માટે આવતીકાલથી દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના નવા ચીફ સેક્રેટરીની નિમણૂંકના મુદ્દે પણ દિલ્હીમાં ચર્ચા થાય તેવી સંભાવના છે.

રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડના સાબરમતી ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે નિવૃત્ત આઈએએસ આઈ.કે. પટેલની એક વર્ષ માટે નિમણૂંક પણ કરી દીધી છે. નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજકુમારની વરણી નિશ્વિત છે. 1986ની બેચના આઈ.એ.એસ. પંકજકુમારની હવે ચીફ સેક્રેટરી તરીકે વરણી થાય તેવા દિલ્હી દરબારમાંથી સંકેત મળ્યા છે.

લગભગ આજે સાંજે તો સચિવાલયમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંજકુમારને અભિનંદનના મેસજ પણ મળવાના શરૂ થઈ ગયા હતા. જો કે પંકજકુમાર ચીફ સેક્રેટરી બનતા સચિવાલયમાં ગૃહ વિભાગની જગ્યા ખાલી પડશે, એટલે તેમના સ્થાને શહેરી વિકાસ વિભાગમાંથી મુકેશ પુરીને હટાવીને ગૃહમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top