પ્રેમ વિધવિધ કારણે અને વિધવિધ સ્વરૂપે સૌના જીવનમાં પ્રગટતો રહે છે. જીવનમાં આમ તો ઘણી બધી ચીજોનું મૂલ્ય હોય છે. પણ પ્રેમ તો અમૂલ્ય છે. કેટલાક સંબંધો પરસ્પરનાં હિત પ્રેમને લઇ રચાતાં હોય છે. તે પણ પ્રેમનું એક સ્વરૂપ છે. ભલે તેમાં કારણ રહેલું હોય તો કેટલીક વખત અકારણ પ્રેમ, અનાયાસ જ પ્રગટતો હોય છે. તેમાં ચાહના – ખેવના જેવાં કોઇ જ તત્ત્વો નથી હોતાં. બસ માત્ર હોય છે તો પ્રેમ. આ પણ પ્રેમનું એક ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. કેટલીક વખત કોઇક કારણોસર પ્રેમ પૂજાનું સ્વરૂપ પણ ધારણ કરે છે. પ્રેમ જયારે સેવાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે અદભૂત અવિસ્મરણીય બની રહે છે. કારણ કે સેવા સ્વરૂપ પ્રેમમાં નિરપેક્ષતા, નિ:સ્વાર્થતા, નિષ્ચાહના સમાયેલ હોય છે. સેવાસ્વરૂપ પ્રેમ જ છેવટે પરમાત્મા તરફ દોરી જાય છે.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સેવા સ્વરૂપ પ્રેમ ઇશ્વર તરફ લઇ જાય
By
Posted on