Business

વ્હાઇટ છે સદાબહાર

સફેદ રંગ શાંતિ, પવિત્રતાનું પ્રતીક છે. સફેદનાં પણ અનેક શેડ્‌સ છે અને દરેક વ્યકિત પોતાની પસંદનો શેડ પસંદ કર છે પરંતુ શેડ પસંદ કરતી વખતે સ્કિન ટોનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

  • સ્કિન ટોન
  • * જો સ્કિન ટોન ફેર હોય તો બોર્મ વ્હાઇટ સારો લાગશે. આવા સ્કિન ટોન પર બ્રાઇટ પહેરવાનું ટાળવું જોઇએ. કારણકે એ લુકને દબાવી દેશે.
  • * સ્કિન ટોન પિન્ક કે બ્લૂ હોય તો ક્રીમી વ્હાઇટ પહેરો.
  • * સ્કિન ટોન થોડો પીળાશ પડતો હોય કે ગોલ્ડન કે બ્રાઉનિશ સ્કિન હોય તો ફુલ વ્હાઇટ સારો લાગશે. સિલ્ક વ્હાઇટ પણ આ સ્કિન ટોન સાથે બેલેન્સ લાગશે.
  • * સ્કિન ટોન ડાર્ક હોય તો તમે નસીબદાર છો કારણકે આ વાન પર વ્હાઇટના બધા શેડ સારા લાગે છે.
  • મિકસ એન્ડ મેચ
  • * વ્હાઇટ રિપ્ડ જીન્સને વ્હાઇટ ક્રોપ ટોપ કે રાઉન્ડ નેક ટીશર્ટ સાથે પેર કરો. સાથે વ્હાઇટ સ્નીકર્સથી લુક કમ્પલીટ કરો. લંચ કે આઉટિંગ માટે આ લુક સારો છે.
  • * વ્હાઇટ પેન્સિલ સ્કર્ટ સાથે શિયર ટોપ પહેરો. વ્હાઇટ સ્પેગેટી સાથે વ્હાઇટ ટોપ ટ્રાય કરો. સાથે સફેદ એન્કલ લેન્થ બૂટ્‌સ પહેરો.
  • * સફેદ શોર્ટ સ્કર્ટ સાથે લેસવાળું, વ્હાઇટનેટ ટોપ ગર્લ્સ પાર્ટી માટે સારો વિકલ્પ છે. બોહો લુક પસંદ હોય તો લેસવાળા સ્કર્ટ સાથે લેસવાળું ટોપ પહેરો. સાથે ફુલ વ્હાઇટ હેન્ડબેગ લો.
  • * વ્હાઇટ વાઇડ લેગ પેન્ટ સાથે સિમ્પલ ટશર્ટથી કેઝયુઅલ લુક મળશે સાથે વ્હાઇટ ફલેટ ફૂટવેર પહેરો. આ લુક ઓફિસ, શોપિંગ, ઇવનિંગ આઉટિંગ માટે સારો છે.
  • * વ્હાઇટ મીડી કે મેકસી ડ્રેસ સાથે સાંજની પાર્ટીમાં સાથે વ્હાઇટ હીલ્સ પહેરો. પાર્ટ હોસ્ટ કરતાં હો તો પ્લેટફોર્મ હીલ્સ પહેરો.
  • * વ્હાઇટ લેસવાળી સ્કર્ટ સાથે વ્હાઇટ ઓફ શોલ્ડર ટોપ પહેરવા ઇચ્છતાં હો તો ઘણા વિકલ્પો છે. ફ્રીલવાળું ટોપ આવા સ્કર્ટ પર સારું લાગે છે.
  • એથનિક વ્હાઇટ
  • * વ્હાઇટ શિફોન સાડી ફિલ્મોમાં ફેવરિટ છે. ખાસ કરીને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનનાર ફિલ્મોમાં વ્હાઇટ આઉટફિટ્‌સ નજરે પડે છે.
  • * વ્હાઇટ ચિકનકારી સાડીમાં ફેબ્રિક અને ડિઝાઇન ઘણાં છે. કોટન સિવાય શિફોન, જયોર્જેટ, ક્રેપ, ઓરગેન્ઝામાં પણ િચકનકારી વર્કની સુંદર સાડીઓ મળે છે. કોઇપણ પ્રકારના ફેબ્રિકની સાડી સાથે નેટ કે પ્લેન વ્હાઇટ બ્લાઉઝ કે જેકેટ પહેરો.
  • * અંગરખા સ્ટાઇલનો કુરતો વ્હાઇટ ચૂડીદાર સાથે સારો લાગે છે.
  • * સફેદ પલાઝો સાથે લાંબા કુરતા કે ક્રોપ ટોપથી ઇન્ડોવેસ્ટર્ન લુક મળશે. સાથે વ્હાઇટ હિલ્સ પહેરવાથી પર્સનાલિટીમાં ગ્રેસ દેખાશે.
  • * સફેદ અનારકલી સૂટ ખૂબસૂરત એથનિક આઉટફિટ છે. જે કોઇપણ પાર્ટીમાં પહેરી શકાય છે. અનારકલી સૂટની કળીઓ પર સિલ્વર પાઇપિંગ મુકાવો. સિલ્વર ગોટાવર્કના કુરતાની પણ ફેશન છે.
  • * વ્હાઇટ નેટ સૂટ પણ સારો પાર્ટીવેર બની શકે છે. નેટનો સૂટ કોટન કે શિફોનનો હોય તો એની ખૂબસૂરતી અલગ દેખાશે.
  • ટિપ્સ
  • *   વ્હાઇટ કલર ટ્રાન્સપરન્ટ છે એટલે સ્કિન કે વ્હાઇટ કલરના ઇનરવેર પહેરો.
  • *   મેકઅપના ડાઘ ન પડે એ માટે મેકઅપ કરીને ડ્રેસ પહેરો.
  • *   જીન્સ કે શોટ્‌સનાં પ્રોકેટ્‌સ ભરેલાં ન હોય એ ધ્યાન રાખો કારણ કે વ્હાઇટ કલર ટ્રાન્સપરન્ટ હોવાથી દેખાશે.
  • *   પાર્ટીમાં વ્હાઇટ આઉટફિટ પર વ્હાઇટ સ્ટોલ કે શ્રગ નાખો જેથી લાઇટસ પડવાથી ડ્રેસ બહુ પારદર્શી ન લાગે.

Most Popular

To Top