Vadodara

ચકલી સર્કલ પાસે ગુજરાત પોલીસની પોર્ટો કેબિનનું દબાણ : વાહનચાલકો પરેશાન

વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ને અડચરણ રૂપ થાય એવું પોર્ટો કેબિન મૂકી દીધું છે. તેના કારણે સવારે છગડા-રીક્ષાવાળા અને સાંજે હોલસેલ નો સામાન રોડ પર માઇક લગાવીને વેચતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. બ્રિજના કારણે સર્વિસ રોડ સાંકળો થતા ટ્રાફિકની સમસ્યા સર્જતાં નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે અને અકસ્માત પણ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટર જે બ્રિજ 18 ઓક્ટોબર 2020 ના જેની કામગીરી પૂર્ણ થવાની હતી તે બ્રિજ હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવડાવી થશે અને ટ્રાફિકની સમક્ષ નાગરિકોને હેરાન પરેશાન થવું પડશે. એ બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે જે 222 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે વડોદરા પોલીસે એક પોર્ટો કેબિન મૂકી દીધું છે જે ટેમ્પર વાળી ટ્રાફિક સુવિધા મળે તે માટે હોય છે પરંતુ વડોદરા શહેર સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે જેથી સ્માર્ટ સિટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે ટ્રાફિકની સમસ્યા પણ ધ્યાનમાં રાખવી જોઈએ.  જેતલપુર રોડ થી જુના પાદરા રોડ જવાના રોડ પર નાગરિકોને ટ્રાફિક ની સમસ્યા સર્જાય છૅ.

ટ્રાફિક જામ સવારે ઓફિસ જવાના સમયે અને સાંજે ઓફિસથી ઘરે જવાના સમય પર નાગરિકો હેરાન-પરેશાન થઈ જાય છે.  સવારે પીકપ અવર્સ માં પોલીસ ગમે તેટલો સ્ટાફ હોય છતાં પણ તે ઓછો પડે છે. પોલીસે મુકેલા પોર્ટો કેબિન ના કારણે હજુ સુધી તેનો પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના પર તાળું લગાવેલું છે અને નાગરિકને પણ ઉપયોગમાં આવતો નથી. જાહેર રસ્તા પર પોર્ટો  કેબીન મૂકીને તેની ઉપર બ્રિજ આવી રહ્યો છે સર્વિસ રોડ પર આ પોલીસનો પોર્ટો કેબિન ન ચાલે રોદ માર્જિન માં હોય તો ચાલે. જાહેર રોડ પર ના હોય  કાયદો કાયદાનું કામ કરે.  આ કેબિનનો પોલીસ વપરાશ નહીં કરતી અને પ્રજાને પણ ઉપયોગ થતો નહીં એની આળસમાં છગડા- રિક્ષાવાળો ઉભા રહી છે અને સાંજે હોલસેલના શાકભાજી ફળફળાદી વાલા રીટેલમાં માલ સમાન આપતા વાહનચાલકોની ભીડ થાય છે વાહનો પાર્ક થતાં રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના કારણે અકસ્માત પણ સર્જાય છે.

કાયદાનું પાલન કરાવતી પોલીસ માટે નિયમો જુદા છે?

પૂર્વ વિપક્ષી નેતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જે નાગરિકોને કાયદા નું પાલન કરવું જોઈએ પોલીસે પોતે નિયમોનું પાલન કરતું નથી વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા ના સર્જાય અકસ્માત ના થાય તે કામગીરી પાલિકા અને પોલીસ ને કરવાની હોય છે. જાહેર રોડ પર કઈ પણ મુકો તો પાલિકાની પણ મંજૂરીની જરૂરી હોય છે.અને પોલીસને જગ્યાની જરૂર હોય તો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે ચર્ચા કરીને કેબીન મૂકી શકે છે પરંતુ રોડ પર પોર્ટો કેબિન બિન મૂકવાથી નાગરિકો પરેશાન થાય છે શહેર માં નાગરિકોનું રાહત મળે તેમણે સમસ્યા ન થાય તે ધ્યાન રાખવું તંત્રની જવાબદારી છે. કોર્પોરેટર, ધારાસભ્યો, અને સાંસદ નાગરિકો ની વેદના સમજી ને તેમના વ્યવસ્થા કરવી જોઈએ. પોલીસ આવી રીતે પોર્ટો કેબિનેટ મૂકી શકે નહીં.

Most Popular

To Top