Vadodara

જીઓ માર્ટ ગોડાઉનમાં થયેલી 4.95 લાખની ચોરીનો ભેદ 4 કલાકમાં ઉકેલાયો

વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલીને બન્ને તસ્કરોને રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં.   કોયલી રીફાઈનરી રોડ પર આવેલી જીયો માર્ટના ગોડાઉનમાં સુપરવાઈઝર પેટે ફરજ બજાવતા સોહેલ મદમદસફી શેખ તાંદલજા ખુશ્બુનગરમાં રહે છે.

ગોડાઉનની એક ચાવી તેમની પાસે અને બીજી ચાવી સુપરવાઈઝર દીલીપભાઈ પાસે હોય છે. તા.૧૮ ના સવારે ૬.30 વાગે દિલીપભાઈએ સોહેલ શેખને ફોન દ્વારા જાણ કરેલ શટરને મારેલા લોક નથી અને લોકરમાં મુકેલી રોકકડ પણ ગુમ છે. બન્ને સુપરવાઈઝરોએ લોકર ચેક કરતા 4.95 લાખ રોકડા અને ડીવીઆર ગૂમ જણાયું હતું.  તુરંત પોલીસને જાણ કરતા બાજુની કંપનીના કેમેરામાં બાઈક સવાર બે ઈસમો શટર પાસે ઉભા રહેલા કેદ થઈ ગયા હતા. સુપરવાઈઝરે શંકાસ્પદો પૈકીના એક ભૂતપૂર્વ કર્મચારી હોવાનું ઓળખી બતાવ્યું હતું.

પોલીસે ગણત્રીના કલાકોમાં તસ્કર હર્ષદ ચંદુભાઈ પઢીયાર અને જયદીપ કાંતીલાલ સોલંકીને ઝડપીને ઘરમાં ઝડપી લેતા છુપાવેલી 4.95 લાખની રોકડ અકબંધ મળી આવી હતી.  જયદીપે પોીસ સમક્ષ કબુલાત કરી હતી કે ભુતકાળમાં ફરજ બજાવતો હતો. ત્યારે ગીરીશ પાસેથી ચાવી મેળવીને ડુપ્લીકેટ બનાવી હતી. ઓફીસની કાર્યરીતીથી વાકેફ હોવાથી મિત્ર હર્ષદને સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. અને શટરના લોક ખોલીને લોકરમાંથી રોકડની ચોરી કરી હતી. દેવુ વધી જતા ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

Most Popular

To Top