વડોદરા : કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસે વન્યપ્રાણી પ્રેમીઓએ મૃત મગરને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં પ્રાણીપ્રેમી ઓ સહિત જાગૃત નાગરિકોએ ઉપસ્થિત રહી મૃત મગરને શ્રદ્ધાંજલિ પાઠવી પોતાની વેદના વ્યક્ત કરી હતી. વન્યપ્રેમીઓએ જણાવ્યું હતું કે વન્યપ્રેમીની ફરજ માત્ર પશુ પ્રાણીનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવાનું નહીં પરંતુ સાથે સાથે તેમની માવજત અને જાળવણી જતન કરવાનું પણ છે.
નોંધનીય છે કે વીતેલા 2 મહિનામાં ચાર મગરોના મોત બાદ પણ હાલ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી.હાલમાં જ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ તંત્રએ વિશ્વામિત્રી નદીની સાફ સફાઈની તસ્દી લીધી હતી. જોકે એ કામગીરી દરમિયાન પણ વિવાદ થયો હતો. મગરોના આશ્રય સ્થાન તોડી નાખતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.ગત તા.10મી ના રોજ થયેલા મગરના મોત બાદ વન્યપ્રાણી પ્રેમીઓ દ્વારા મૃત મગરને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો.