Vadodara

લાખો રૂપિયાના ડોલર તદ્ન નજીવા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકને ચૂનો લગાવતી ટોળકી ઝડપાઇ

વડોદરા: લાખો રૂપિયાના ડોલર તદ્ન નજીવા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકને ચૂનો લગાવતી ટોળકીનાં પાંચ ઈસમોને એસઓજીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અને છાણી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ગણત્રીના કલાકો ઉકેલીને ડોલર, રોકડ, ફોન, બાઈક સહિત 2.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રામાકાકાની ડેરી પાસે 25 થી 35 વર્ષની વયના ચારથી પાંચ ઈસમો સસ્તાભાવે ડોલરની લાલચ આપીને ઠગાઈનું ષડયંત્ર રચી રહ્યા છે. ચુનંદા સ્ટાફે ઘટનાસ્થળે કોર્ડન કરીને છાપો માર્યો હતો.

બે મોટર સાઈકલ ઉપર પાંચ શંકાસ્પદ ઈસમની પુછતાછ કરીને અંગઝડતી લેતા ડોલરની 11 નોટ, રોકડા 1.50 લાખ, 3 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે કડકાઈભરી પુછતાછ કરતા જ આરોપી ખેડાની કુખ્યાંત તળપદા ગેંગ હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. સુત્રધાર મનાતો (૧) નવીન વિનુભાઈ (ર)  સુિનલ કાભાઈ (3) વિજય રયજીભાઈ (4) રમણ ઉર્ફે ટીનો કનુભાઈ (5) અને જગદીશ ઉર્ફે ગગુ કનુભાઈ (તમામ રહે- ચલાલી, તા.નડીયાદ, જી.ખેડા) રહેવાસી છે. ભેજાબાજે નવિન અને દિનેશ મહારાજના નામે ઓળખ અાપી સસ્તા ભાવે ડોલર પધરાવી દેવાની લાલચ ગ્રાહકને આપતા હતા.

૧૦૦ ડોલરવાળી નોટની થપ્પીમાં ઉપર એક જ નોટ 100 ડોલરની રાખીને અંદર 99 નોટ 1 ડોલરની મુકતા હતા. અને ગ્રાહક પાસેથી નાણાં મળતા જ 199 ડોલરની મળી આવતા જ રસ્તામાં નોટ ગણવી નહીં ની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. ત્રણ સપ્તાહ પૂર્વે આરોપીઓએ બે ગ્રાહકો સાથે ઠગાઈ કરીને 1.50 લાખ ખંખેર્યા હતાં. નવિન તો ઠગાઈના ગુનામાં પાંચ વર્ષ પૂર્વેથી પાવરધો બની ચૂક્યો છે. 2016 માં ભાલેજમાં ચાંદીના સિક્કા સસ્તા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકના 6.11 લાખ રૂપિયા લઈ ગયાનો ગુનો નોંધાયો હતો. પોલીસને ચોક્કસ સંદેહ છે કે આરોપીઓની વધુ પુછતાછમાં અનેક ઠગાઈના ગુના સપાટી પર આવશે.

મંદિરમાં દાનમાં આવેલ નાણા આપવામાં આવે તો માત્ર અડધા ભાવે ડોલર આપવામાં આવશે એવી લાલચ અપાઇ હતી

બાજવા કરોડીયા રોડ સ્થિત યોગીદર્શન સોસાયટીમાં રહેતા મનોજ ચક્રબહાદુર સોની એલેમ્બીક સ્કૂલ સામે ચાઈનીઝ લારી ધરાવે છે. એક માસ પૂર્વે દિનેશ મહારાજ નામના માણસે ફોન કરીને જણાવેલ કે પાદરા સ્વામિનારાયણ મંદિરનો મહારાજ છું. સત્સંગી ઘનશ્યામ પટેલે તમારો નંબર આપ્યો હતો. મંદિરમાં દાન પેટે મળેલા ડોલર આપો તો અડધા ભાવે આપીશ. મનોજભાઈને વિશ્વાસ આવતા દિનેશ મહારાજને 100 ડોલરની નોટ આપીને વધુ 100 નોટ હોવાની લાલચ આપી હતી. મનોજભાઈએ 100 ડોલર મની એક્સચેન્જમાં વટાવતા 77205 રૂપિયા મળતા જ ઠગટોળકીએ જાળ પાથરીને 20 હજારના બદલામાં 100 ડોલરની 100 નોટ આપવાની લાલચ આપી હતી.

જે ડોલર દિનેશ મહારાજનો પુત્ર નવીન મહારાજની ઓળખ આપીને મનોજભાઈ પાસે આવ્યો હતો. છાણી બસ સ્ટેન્ડ પાસે એકઠા થયેલા ભેજાબાજે 100 ડોલરની નોટની થપ્પી બતાવી હતી. િવશ્વાસ કેળવવા ગઠીયાએ જણાવેલ કે હમણા 10 હજાર અાપો બાકીના 1 લાખ ડોલર વટાવ્યા પછી આપજો જણાવી થપ્પી આપીને 10 હજાર કોડા લઈને ફરાર થઈ ગયો હતો. મનોજભાઈએ ડોલર ગણતા માત્ર 85 ડોલરની જ થપ્પી જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા. બીજો ઈસમોએ ફોન કરતા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા છેતરપીંડી થયાનું જણાઈ આવ્યું હતું. તપાસ કરતા નવીન મહારાજ સાથે હાઈવે પર ચાર માણસો સાથે જતા મનોજભાઈના મિત્રએ નિહાળ્યા હતા. વિશ્વાસઘાત કરનારા ઈસમો વિરૂધ્ધ છાણી પોલીસ મથકે મનોજભાઈએ છેતરપીંડીનો ગુનો નોંધાવતા પોલીસે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. 

Most Popular

To Top