કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. માસ્ક અને મેડિકલના સાધનોની અછત વિકસીત દેશોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારે સવારે બહાર પાડેલા આંકડા મુજબ દુનિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 18,766 પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સાથે જ કોરોના પોઝિટિવ દર્દીનો કુલ આંકડો 12,89,722 પર પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ કોરોનાને કારણે દુનિયાના જુદા જુદા દેશોમાં કુલ 5,020 લોકોના મોત થયા છે તેની સાતે જ મોતનો કુલ આંક 72,114 પર પહોંચી ગયો છે.બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે 5000 કરતાં વધુ પોઝિટિવ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું હતું, જેમાં આજનો મરણાંક 439 રહ્યો હતો. 5 એપ્રિલના સાંજના 5 વાગ્યે કોરોનાવાયરસનો પોઝિટિવ ટેસ્ટ હેઠળના કુલ 5,373 લોકોના મોત થયા છે એવું આરોગ્ય મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું. ફ્રાન્સમાં કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળ્યા પછી સોમવારે હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા 833 લોકોના મોત થવા સાથે એક દિવસમાં સર્વાધિક મોતનો આ વિક્રમ નોંધાયો હતો. આરોગ્ય મંત્રી ઓલિવીએર વેરને પત્રકારોને જણાવ્યું હતું કે આપણે આ રોગચાળાના અંત સુધી નથી પહોંચ્યા એવું કહીને તેમણે ઉમેર્યું હતું કે આ સાથે જ ફ્રાન્સમાં કુલ મરણાંક 8911 પર પહોંચ્યો છે. સ્પેને આજે જાહેર કર્યું હતું કે સતત ચોથા દિવસે કોરોનાવાયરસને લગતા મૃત્યુઓના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૭નાં મોત થયા છે જે લગભગ બે સ૫તાહમાં સૌથી નીચો આંકડો છે. ગુરુવારે નોંધાયેલા ૯પ૦ના મોત કરતા આ જાનહાની ઘણી જ નીચી છે. ચેપના આંકડાઓ પણ નીચા ગયા છે જેમાં માત્ર ૩.૩ ટકાનો વધારો નોંધાયો છે જે ૨૧ માર્ચે ૨૪.૮નો આંકડો હતો. સ્પેનમાં ચેપના કુલ કેસો ૧૩૫૦૩૨ થયા છે જ્યારે મૃત્યુઆંક ૧૩૦પપ કરતા પણ વધારે છે જે વિશ્વમાં સૌથી ઉંચો આંકડો છે.
ચોવીસ કલાકમાં કોરોનાને કારણે દુનિયામાં 5020ના મોત
By
Posted on