વીર નર્મદ યુનિવર્સિટીમાં સાડાત્રણ દાયકા દરમિયાન ભારે સન્માન સાથે નોકરી કરનારા વરિષ્ઠ સારસ્વત અને અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડયાની વડોદરા ગ્લોબલ યુનિ.માં કુલપતિ તરીકે નિયુકતિ થઇ છે. તેમની નિમણૂક ને પગેલ વીર નર્મદ યુનિ.ના એમએચઆરડી વિભાગમાંથી તેમને વિદાય લીધી હતી.
આજે ખાસ સેનેટ સભામાં હ્યુમન રિસોર્સિસ વિભાગના વડા ડોક્ટર કિરણ પંડ્યા ની વરણી વડોદરાની કેપીજી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે થતા આજની સેનેટ સભામાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા તથા અન્ય સેનેટ સભ્યોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. ડોક્ટર કિરણ પંડ્યા પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીએ ત્રણેક વર્ષને બાદ કરતા તેમને 33 વર્ષમાં ઘણું આપ્યું છે.
આડકતરી રીતે તેમને ગુપ્તા કાળને તેમણે અંધકાર યુગ તરીકે ઓળખાવ્યો હતો. ડો.કિરણ પંડયાએ નર્મદ યુનિ.ને અંધકારયુગમાંથી પ્રકાશ યુગમાં લઇ જવા માટે કાર્યકારી કુલપતિ પ્રિ.ડો.હેમાલી દેસાઇ તેમજ વર્તમાન કુલપતિ ડો.કે.એન.ચાવડાને ધન્યવાદ આપ્યા હતા. ડો.પંડયાએ પોતે ખૂબ સારા સંસ્મરણો લઇ વિદાય લઇ રહયા હોવાની વાત કરી હતી. ઉલ્લખેનીય છે કે યુનિ.માં ગુપ્તાકાળ દરમિયાન અનેક વિવાદો થયા હતા. ડો.ગુપ્તાકાળ દરિયમાન અનેક શિક્ષણવિદોને અપમાનિત કરાયા હતાં. જેને લઇને પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો.