કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી કોરોનાની રસી આપવામાં આવી નથી અથવા તો વાયરસના સંપર્કમાં આવ્યા નથી. એમ ગુરુવારે પ્રકાશિત મોડેલિંગ અભ્યાસ મુજબ કહેવામાં આવ્યું હતું.
યુએસ-નોર્વેજીયન ટીમે નોંધ્યું છે કે, બાળકોમાં કોરોનાની તીવ્રતા સામાન્ય રીતે ઓછી હોય છે એટલે કોવિડનો બોજો ઓછો થઈ જશે.
નોર્વેની ઑસ્લો યુનિવર્સિટીના ઑટ્ટર ર્જન્સ્ટડે કહ્યું કે, સાર્સ-કોવ-2નો ચેપ લાગ્યા બાદ ઝડપથી ગંભીર પરિણામો અને વય સાથે ગંભીર સાબિત થવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે.
મોડેલિંગના પરિણામો સૂચવે છે કે, ચેપનું જોખમ નાના બાળકોમાં ફેલાશે. કારણે કે, પુખ્ત વયના સમુદાયે રસીકરણ કરવી દીધું હશે અથવા તો વાયરસના સંપર્કમાં આવીને રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી લીધી છે.જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં નોંધ્યું છે કે, અન્ય કોરોના વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા વાયરસમાં આવા પરિવર્તન જોવા મળ્યા હતા. કારણ કે, તે પણ ઝડપથી ફેલાયા બાદ અટકી ગયા હતા.
ર્જન્સ્ટડે કહ્યું કે, શ્વસન રોગોનો ઐતિહાસિક રેકોર્ડ સૂચવે છે કે વર્જિન મહામારી દરમિયાન વય સાથે સંક્રમણ વધવાનો દાખલો સ્થાનિક સંક્રમણ કરતા અલગ હોઈ શકે છે.તેમણે કહ્યું કે, કોરોના પર કરવામાં આવેલા સંશોધન બતાવે છે કે રસીકરણ સાર્સ-કોવ-2 વાયરસ સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે. તેથી અમે દરેકને વહેલી તકે રસીકરણ માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
તેઓએ 11 જુદા જુદા દેશો – ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સ્પેન, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુએસ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસોના ભારણની પણ તપાસ કરી હતી. જે તેમની વસ્તી વિષયક રીતે વ્યાપક રીતે અલગ અલગ છે.