‘ગુજરાતમિત્ર’ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે, સગા પુત્રએ સગી માતાની કરપીણ હત્યા કરી! હળાહળ કળિયુગ! શું વર્તમાન સમયમાં માતાપિતા પુત્રના હિતાર્થે પણ કંઇ ઠપકો – સલાહ આપી ન શકે? સંતાનો ને યોગ્ય માર્ગે વાળવા માતાએ કડવા વચન કહેવા પણ પડે, એમાં આટલો બધો ક્રોધ દાખવી માતાની હત્યા કરવાની? પિતા કર્મકાંડી બ્રાહ્મણ છે, હવે એમની જીંદગી કેવી રીતે વ્યતીત થશે, એકલપંડે? પુત્ર કુછંદે ચઢયો હોય એ કયા માતાપિતાથી સહન થાય? અને માતા તો સદા વાત્સલ્યમૂર્તિ જ હોય, એનો પ્રેમ નિ:સ્વાર્થ અને સંતાનનું ભલુ ઇચ્છનારો જ હોય, બે શબ્દ સલાહના કહ્યા તો શું ખોટું કર્યું? અને રાત્રે રોજ મોડા આવવાની આદત યોગ્ય તો ન જ કહેવાય ને? સંતાનો ગેરમાર્ગે દોરાય એટલે એના મૈત્રી સંબંધો પર અવશ્ય નજર રાખવી. સંતાનનું ચારિત્રય એના મિત્રો પર અત્યંત અસરકર્તા નિવડે જ છે. ખાસ તો કિશોરાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એમના સંસ્કાર સિંચન પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવું જ રહ્યું! સુરતના દામકા ગામની આ ઘટના કરૂણ તથા દુ:ખદ અવશ્ય લેખાય! આટલો બધો ક્રોધ શું કામનો કે જે જન્મદાત્રીને હણી લે! એમના પિતાની હાલત અત્યંત દયનીય થઇ ગઇ! ક્રોધ બુધ્ધિનો વિનાશ નોતરે છે એનું કરૂણ દૃષ્ટાંત!સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સગી માતાને જ મારી નાંખવાની?
By
Posted on