વડોદરા : વડોદરા શહેરમાં તબીબોની હડતાળ સાતમા દિવસે પણ યથાવત જોવા મળી છે.ઉશ્કેરાયેલા તબીબો સરકાર સંવેદનહીન હોવાના આક્ષેપ કર્યા છે.જ્યારે મંગળવારે બરોડા મેડિકલ એસોસિએશને પણ રેસિડેન્ટ તબીબોની હડતાળને વ્યાજબી ગણાવી તેમની લડતને સમર્થન આપ્યું હતું. વડોદરા શહેરમાં વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતરેલા તબીબો સાતમા દિવસે પણ પોતાની માંગ સાથે અડગ છે.તેઓએ મંગળવારે પણ સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.અને સરકાર પોતાની માંગણીઓ સ્વીકારે તે માટેનું દબાણ યથાવત રાખ્યું હતું.
તેમણે સંવેદનશીલ સરકાર સંવેદન હીન થઈ હોવાના પણ આક્ષેપો કર્યા હતા.છેલ્લા 7 દિવસથી હડતાલ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોની, ડિપ્લોમા બેચનો સમયગાળો,સાતમા પગારપંચ પ્રમાણેનું વેતન,એસઆરપ્લસ બોન્ડને લાગુ કરવા જેવી વિવિધ માંગણીઓ પૂરી થઇ નથી.તેમની થયેલી મંત્રણામાં પણ કોઇ સમાધાન થયુ નથી.સરકારની એક જ વાત છે કે તમે પહેલા હડતાલ પૂરી કરો પછી તમારી વ્યાજબી માંગણીઓ પૂરી કરીશુ.જોકે રેસિડેન્ટ તબીબો પોતાની માંગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી પોતાનો અવાજ સરકાર સામે બુલંદ રાખ્યો છે.
આ અંગે બરોડા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.કૈલાશબેન પરીખે જણાવ્યું હતું કે જે રેસિડેન્ટ ડોક્ટર છે તે અમારા જ છે અને તેમના સમર્થનમાં અમે આવ્યા છે.જે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે અને જે કાંઈ પણ તેમની માંગણીઓ છે તેમની બધી માંગણીઓ પુરી કરવી જોઈએ તેવો સરકારને મારો ખાસ અનુરોધ છે. વડોદરા મેડિકલ એસોસિએશન તરફથી અમારા 3200થી વધુ સભ્યો નો આ રેસિડેન્ટ્સ ડોક્ટરોને ટેકો છે.
એની સાથે સાથે ગુજરાત ભરના દરેક જે લોકલ બ્રાન્ચ છે તે તમામ એસોસિએશન રેસિડેન્ટ ડોક્ટરોને સમર્થન આપશે.ડોકટરોની બધી વ્યાજબી જ માંગ હોય છે,તે પૂરી કરવી જોઈએ.કેમકે જ્યારે જ્યારે ઇમર્જન્સી આવે છે.હાલમાં જ મહામારી ગઈ એમાં પણ જીવના જોખમે કોઈપણ ખાવા-પીવાની દરકાર કર્યા વિના તમામ ડોક્ટરોએ નિષ્ઠાપૂર્વક સેવા કરી છે તો કેટલાક ડોક્ટરોએ તો પોતાની જાન ગુમાવી છે.તો પછી તેમની માંગો પૂરી કરવા માટે આટલો બધો સમય શા માટે માટે.સરકારે હડતાલ પર ઉતરેલા આ તમામ ડોક્ટરોની માંગો પુરી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.