Vadodara

ઈલેક્ટ્રિસિટી એમેડમેન્ટ બિલમાં સુધારા અંગે વીજ કર્મીઓમાં રોષ

વડોદરા: વડોદરા શહેરના રેસકોર્ષ સરદાર પટેલ વિદ્યુત ભવન ખાતે નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રોસીટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જીનિયર્સ ઓફ ઈન્ડિયા તેમજ ઓલ ઈન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશન દ્વારા ઇલેક્ટ્રોસિટી એમેડમેન્ટ બિલ 2021 સુધારા સંદર્ભે તંત્ર વિરુદ્ધ રોષ વ્યકત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રોસીટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જીનિયર્સ ઓફ ઈન્ડિયા તેમજ ઓલ ઈન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશને સરકાર દ્વારા વીજ કંપનીનું ખાનગીકરણ કરવા અને ઇલેક્ટ્રોસિટી બિલ સુધારા કરવાના લેવાયેલા નિર્ણયથી વીજ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.અને સરકારના આ નિર્ણયની નિંદા કરી હતી.નાગરિકોને સસ્તી અને સારી વીજળી મળી રહે તે હેતુથી જે તે સમયે સરકાર દ્વારા ઇલેક્ટ્રિસિટી એકટ 2003 ની રચના કરવામાં આવી હતી.પરંતુ હાલની સરકાર આ એકતનું અસ્તિત્વ ખતમ કરવા માટે વર્ષ 2021માં સંસદમાં સુધારા કરવા માટે બિલ પસાર કરવા જઈ રહી છે.

જેના કારણે વીજ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે.આ બિલને લઈને સંસદમાં પસાર થતું રોકવા સરકાર સામે વીજ કર્મચારીઓ લઢી લેવાના મૂડમાં છે. ત્યારે વીજ કર્મચારીઓનું આંદોલન આવનાર સમયમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ત્યારે આ અંગે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંયોજક ગિરીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે પ્રજાને સારી અને સસ્તી વીજળી મળી રહે તે માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 થી લાગુ કરાયો હતો.

પરંતુ તેમાં સુધારો કરીને જે 2021માં બિલ સુધારો સંસદમાં મુકવાનો છે.એમાં જે ઉદ્દેશ છે તે વિરુદ્ધ થઈ જાય છે. અને જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના ખાનગીકરણ અને ફ્રેન્ચાઇઝી માટે પણ મંજૂરી આપે એવો આ કાયદો બની રહ્યો છે.જેના કારણે જે પણ વેપારીઓ આવશે.તેઓ સારા સારા એરીયામાં જશે અને આંતરિયાળ વિસ્તાર એટલે કે ગામડાઓ છે.ત્યાં વીજળી મેળવતા ખૂબ જ તકલીફ ઊભી થશે.મૂળ નફાના ઉદ્દેશ સાથે આવશે એટલે તેમાં ટેરીફ પણ વધશે.સબસીડી જે હાલમાં સરકાર આપે છે,તેમાં પણ ઘટાડો થશે. અત્યારે હાલમાં જે વીજળી પાંચ,છ અને સાત રૂપિયામાં મળે છે તે સ્વાભાવિક છે કે દસ બાર રૂપિયા થશે.

તમામ પ્રજાને પણ એ મોંઘી પડશે. જ્યારે ખાનગીકરણ થશે એટલે કર્મચારીઓ પર પણ તેની સીધી અસર આવવાની જ છે.હાલ સરકાર હસ્તક છે અત્યારે તો કોઈપણ વખતે જેવી કે કુદરતી આફતના સમયે આખું તંત્ર અંદર જોડાઈ જાય છે અને કોઈપણ જાતના વિલંબ વગર 24 કલાકની અંદર પાવર રીસ્ટોર કર્યો છે.જે સૌ કોઇ જાણે જ છે.  કચ્છનો ભૂકંપ હોય કે પછી વાવાઝોડું હોય તુરત જ સમસ્યાનો નિવેડો લાવવામાં આવે છે. અમારી માંગ એક જ છે કે સુધારો મુલતવી રાખો,બંધ રાખો કારણ કે તેનાથી કોઇ ફાયદો નથી થવાનો.ખાલી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ફાયદો થવાનો છે.જ્યારે જાહેર જનતા, ખેડૂત સહિત તમામ વર્ગ આ વીજ બિલ સુધારાથી મુશ્કેલીમાં મુકાઈ જશે.

Most Popular

To Top