Charchapatra

મહાનગરોના આંગળી ચીંધામણા

બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગર બેરોકટોક ચાલતી ઈસ્તપતાલો, એન્ટી કરપ્શન હ્યુમન રાઈટસ કમિશન-એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ-પોલીસ-પ્રેસ જેવા પાટિયા કે સ્ટિકર કાર પર આગળના ભાગે લગાવીને રોફ મારતા નપાવટો, મોખરાની દુકાન અગર જમીન પડાવી લેવા દુકાનદાર યા કબ્જેદાર પર તમંચા દાગતા હરામખોરો, પાણી-રસ્તા-ગટર-સ્ટ્રીટલાઈટ આદિ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નહીં ઉકેલાવાના લીધે મ્યુનિ. વોર્ડ કચેરીઓએ સ્થાનિક રહીશો દ્વારા થતા સૂત્રોચ્ચાર અને ધરણાં, માલેતુજાર પરિવારોના સંતાનો દ્વારા રોડ અને હાઈવે પર જોખમી ઝડપે ચલાવાતી કારો અને બાઈકો દ્વારા સર્જાતા ભયંકર જીવલેણ અકસ્માતો આડેધડ હેરિટેજ મકાનો તૂટવા છતાં ઉદાસીનતા અને નિષ્ક્રિયતા દાખવતું મ્યુનિ. હેરિટેજ વિભાગ, વી.આઈ.પી. પ્રીમિયમ મોબાઈલ નંબરો આપવાના બહાને મોટી રકમની ઠગાઈ કરતા બદમાશો આદિ મહાનગરોની અવળી ગતિના નાદાર નમૂનાઓ છે. મણીનગર         – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top