ક શિક્ષણ સમિતિની ચૂંટણી પાલિકાના સયાજી સભા ગૃહ ખાતે યોજાઇ હતી. જેમા 8 બેઠકો પર 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં ભાજપના ૮ ઉમેદવારો નો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર નો પરાજય થયો હતો. શિક્ષણ સમિતિ ના ચૂંટેલા ૧૨ સભ્યોનું મોંહ મીઠું કરાવ્યું હતું અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષો બાદ કોંગ્રેસમુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બની હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શુક્રવારે પાલિકાના સયાજી સભાગૃહ ખાતે ચૂંટણી યોજાઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોમાંથી 4 સભ્યો બિનહરીફ ચૂંટાયા હોવાથી આજે 8 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી .જેમાં કોંગ્રેસના એક ઉમેદવાર ના કારણે ચૂંટણી યોજવામાં આવી. જેમાં 12 વાગે ભાજપના 69 કોર્પોરેટર અને કોંગ્રેસના 7 ઉમેદવારોએ મતદાન કર્યું હતું. ટોટલ 76 કોર્પોરેટ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. જેમાં ભાજપમાંથી પ્રથમ નાગરિક કેયુર રોકડિયા એ મતદાનની શરૂઆત કરી હતી.ત્યારબાદ ભાજપના ઉમેદવારોએ મતદાન કર્યું હતું .ત્યારબાદ વિપક્ષી નેતા અમી રાવત કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના કોર્પોરેટ મતદાન કર્યું. 2 કલાકની અંદર મત મતદાન પૂર્ણ કરી દેવામાં આવી હતી.
આજે જે મતદાન થયું એ મતદાન હસી મજાક બની ગયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ ને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 3:30 કલાકે પાલિકાના સયાજી સભાગૃહ ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી દરમિયાન મત ગણતરી કુટીરમાં અલ્પેશ લીમ્બાચીયા નો કોંગ્રેસના જગા બ્રહ્મભટ્ટે વિરોધ કર્યો હતો જોકે જગા બ્રહ્મભટ્ટ જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે ભાજપના ૮ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો. જેમાં અગાઉ 4 સભ્યો બિનહરીફ હોવાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપના ૧૨ સભ્યો નો વિજય થયો હતો અને છેલ્લા કેટલાક વર્ષો બાદ કોંગ્રેસ મુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બની હતી ભવ્ય વિજય બાદ મેયર કેયુર રોકડિયા વિજેતાઓને હાર પહેરાવી મોંહ મીઠું કરાવ્યું હતું.જો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્યો અને પદાઅધિકારીઓ પણ માસ્ક પેહયું ન હતુ.ભારત માતા ના જય ઘોષ સાથે વિજય ના વધામણા કરવામાં આવ્યા હતા. પાલિકા સંકુલમાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટેલા ૧૨ સભ્યોને સયાજીગંજ ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, કેયુર રોકડિયા ,ધારાસભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
22 લાખમાંથી ભાજપને ગ્રેજ્યુએટ ઉમેદવાર ન મળ્યા
તો શું ભાજપને 22 લાખમાંથી ગ્રેજ્યુટ ઉમેદવાર મળ્યો નહીં અશિક્ષિત ઓછું ભણેલા કાર્યકર્તાઓને કેમ લેવામાં આવે છે તેવો સવાલ નાગરિકોના મનમાં ઉઠી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી એટલે ચલતી કા નામ ગાડી કેટલાક નારાજ કોર્પોરેટરો ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ના મળી હોય અને જે પાયાના કાર્યકર્તા હોય અને જે ટીકીટના ઉમેદવાર હોય તેવા અને શિક્ષણ સમિતિમાં સમાવી દેવામાં આવે છે શિક્ષણ સમિતિ એટલે નારાજ કાર્યકરો ને મનાવવા પછી જે પસંદ થાય તેને શિક્ષણ સમિતિમાં મૂકવામાં આવે છે એક પ્રકારની લોલીપોપ હોય છે.