Charchapatra

ઘર ભાંગે તેવું અભિમાન શા કામનું?

માણસને અભિમાન ઘણા પ્રકારનું આવે. કોઇને રૂપનું, કોઇને ગુણનું, કોઇને ધર્મનું, કોઇને ભકિતનું, કોઇને ધનનું, કોઇને તાકાતનું, કોઇને સત્તાનું. આવું અભિમાન, મહિલા – પુરુષને બન્નેને આવે. મહિલાને જે બાબતનું અભિમાન હોય તેનો દેખાડો પોતાના પરિવાર સામે જ કરે. પરિવાર બહાર કરતા ડરતી હોય છે. અમુક હોય તે પોતાનો ઇગો ઉંચો રાખવા કયારેય કબુલ કરતી નથી. પરિવારમાંથી કોઇને એને સાચુ કહે સમજાવે તો પણ પેલી નમતું ન મુકે. પરિણામે પરિવારમાં કાયમ નાના મોટા કજીયા થાય.  પરિવારમાં શાન્તિ રહે એ માટે સાચુ કહેનાર સભ્ય પેલી અભિમાની મહિલા સામે નમતુ મુકી દે. પેલીનો ઇગો ઉંચો ચડત જાય. પરિણામે આવો સુખી પરિવાર સંયુકત પરિવાર વેરવિખેર થઇ અલગ પડી જાય છે.

પુરુષ પણ અભિમાની હોય છે તે પોતાનો ઇંગો પરિવાર બહાર બતાવે છે. પરિવાર બહાર પોતાનો ઇગો બતાવવા જાય ત્યારે કો નાના મોટાઓનું અપમાન કરે ઝઘડો કરે અને મોટો તાયફો થાય તો ઘરમાં પણ આવે આથી આખો પરિવાર મુશ્કેલીમાં આી જાય. કોઇ વખત આવા અભિમાની પુરુષ સાથે કોઇ વખત મારામારી પણ થાય અને વધારે થાય તોએકાદનું ખુન પણ થઇ જાય. માટે મહિલા કે પુરુષ કોઇનું અભિમાન સારુ નહી. નમ્રતા અને સરળતા રાખવામાં જે સુખ શાન્તિ છે તે બીજે કયાંય નથી. ઘણા વર્ષથી એક પરિવાર મારા સંપર્કમાં છે સુખ – સંપત્તિ પૈસે ટકે સુખી એવા આ પરિવારમાં પણ નસીબ જોગે એક અભિમાની મહિલા આવી. એના લગ્ન થયાને ૫૦ વર્ષ થવા આવ્યા.

કહે છે કે મે આજ સુધીમાં કયારેય ભુલ કરી જ નથી અને કરીશ પણ નહી. મારાથી કોઇ ભુલ થાય જ નહી. હું જે કહું કરુ તે સો ટકા સત્ય જ હોય. આના લીધે મોટા અે સુખી પરિવારમાં નાના મોટા કજીયા – કંકાસ થવા લાગ્યા. પરિણામે ધીરે ધીરે અલગ પડવા લાગ્યો અલગ પડી ગયો. હાલ આ મહિલા સાથે પાંચ સભ્યનો પરિવાર છે છતાં ઘરમાં કાયમ નહી જેવી વાતમાં નાના મોટા કંકાસ – કજીયા થાય છે. આ અભિમાની મહિલાને કયારેય પોતાની ભુલ સમજાતી નથી. સુરત કાનજીભાઇ કે. વિરડીયા  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top