Business

નામ વગરનો એક નાતો, પણ સૌના હૈયે સમાતો

‘યારો દોસ્તી બડી હી હસીન હૈ.’… દોસ્તી…. શબ્દ સાંભળતાની સાથે ચહેરા પર અનેરી મુસ્કાન તો આવે જ આવે… દોસ્તી વિના જિંદગીના રંગોને ખૂલીને ના માણી શકાય. આ એક જ સંબંધ એવો છે જે લોહીનો સંબંધ ના હોવા છતાંય એનાથી ય વિશેષ બની રહે છે ખરું ને ? દોસ્ત કેવા હોવા જોઈએ એના કરતાં જરૂરી છે સારા દોસ્ત કેવી રીતે બનાવવા? પણ શું દોસ્ત બનાવવાની કોઈ જ્ગ્યા ફિક્સ હોય છે ખરી ? કોઈપણ જ્ગ્યાએ તમે તેની સામે ખૂલીને વાત કરી શકો એટલે એ બની ગયો તમારો દોસ્ત. ઘણીવાર એક ફ્રેન્ડ્શીપથી બીજા અનેક ફ્રેન્ડ્સ બને છે. ઘણીવાર એવું બનતું હોય છે કે હસબન્ડનું ગૃપ વારેતહેવારે ભેગા થાય સાથે તેમની વાઈફ પણ એકબીજા સાથે વારંવાર સંપર્કમાં આવતા તેમની દોસ્તી વધુ ગાઢ બને છે અને પછી તો શું ? હસબન્ડ રહી જાય સાઈડમાં અને વાઈફનું ગ્રૂપ ઉપડે અલગ અલગ ટુર પર… અને એકબીજા માટે સપોર્ટ  સિસ્ટમ બનીને પણ મદદરૂપ નીવડે છે, ત્યારે આજે આપણે મળીશું આવી જ કેટલીક શહેરની મહિલાઓને…

  • હવે હસબન્ડ સાઈડ પર જ રહી જાય છે : રીના શાહ

રીના શાહ જણાવે છે કે, ‘’નર્સરીથી જ અમારું ગૃપ છે. મારા ગૃપમાં હું એકલી છોકરી અને બીજા 7 છોકરાઓ હતા. મારા હસબન્ડ પણ એ જ ગૃપમાં હતા. સમય જતાં બધાના લગ્ન થયા અને બધાની વાઈફ આવી પછી બન્યું એવું કે હવે હસબન્ડ સાઈડ પર જ રહી ગયા અને અમારું 7 લેડીઝનું જ અલગથી ગૃપ બની ગયું. આજે વર્ષો પછી હવે થોડી જ્વાબદારીઓ ઓછી થઈ આથી હવે ફરવા વધારે જઈએ છીએ. જો લોંગ ટૂર હોય તો અમે હસબન્ડને સાથે લઈ જઈએ છીએ અને નજીકની ચાર પાંચ દિવસની ટૂર હોય તો અમે લેડિઝ એકલી જ જઈએ છીએ. વિલ્સન હિલ, લોનાવાલા, કશ્મીર, ગોવા જેવી અનેક ટુર અમે સાથે કરી છે અને શોપિંગથી લઈને ઘરે કંઈક બનાવીએ તો પણ એકબીજાને શેર કરીએ છીએ. ઘણીવાર તો અમારા હસબન્ડ ભેગા થાય તો અમારી ફ્રેંડશિપ જોઈને એમ પણ કહે છે કે અમે મૂળ તો સાઈડમાં જ રહી ગયાં અને આ તમારી લેડિઝની ફ્રેન્ડશિપ વધારે ક્લોઝ થતી જાય છે.’’

  • ગોવા, બોમ્બે, સેલવાસા, દમણ, આહવા, ડાંગ એવી ઘણીય જગ્યાની અમે સાથે ટ્રીપ કરી : જ્હાનવી શ્રોફ

49 જ્હાનવી શ્રોફ જણાવે છે કે, ‘’અમારા લેડિઝ ગૃપની તમામ મહિલાઓના હસબન્ડ એકબીજા સાથે પહેલેથી કનેકટેડ જ હતા પણ અમારાં લેડિઝ ગૃપની ફ્રેન્ડશિપ અમારા હસબન્ડની ફ્રેન્ડશિપ પહેલા કરતાં પણ વધારે સ્ટ્રોંગ બની હોય એવું મને લાગે છે. મારા ગૃપમાં અમેરિકા, બોમ્બે, વલસાડ જેવા અલગ અલગ વિસ્તારની લેડિઝ છે, છતાંય વારંવાર એકબીજા સંપર્કમાં આવવાથી દોસ્તી ગાઢ બની ગઈ. હવે તો કશે પણ જઈએ તો સાથે જ જઈએ. અમે સવારે જીમ, એરોબિક્સ ક્લાસ, ગરબા ક્લાસમાં પણ સાથે જ જઈએ. બહાર પિકનિક પ્લાનિંગ કરીને તો પણ સાથે જ કરીએ. સુરત બહારના કોઈ ફાર્મ હાઉસમાં, ગોવા, બોમ્બે, સેલવાસા, દમણ, આહવા, ડાંગ એવી ઘણીય જગ્યાની અમે સાથે ટ્રીપ કરી છે. અને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનીને હમેશાં એકબીજાની પડખે ઊભા રહીએ છીએ.’’

  • એકલી લેડિઝ અલગ અલગ જગ્યાએ ટુરમાં પણ એકલા જઈએ છીએ : ખ્યાતિ જોશીના

ખ્યાતિબેન જોશીના જણાવે છે કે, ‘’અમારા લેડિઝ ગૃપની ફ્રેન્ડશિપ એકબીજાના હસબન્ડ દ્વારા જ થઈ છે, કેમ કે અમારા હસબન્ડ એક જ ક્લબમાં સાથે વોલીબોલ રમે છે. આથી તેમની ફ્રેન્ડશિપ થઈ અને પછી ઑકેઝ્નલી એકબીજાને ત્યાં મળવાનું થતું. આમ કરતાં કરતાં છેલ્લા 3 વર્ષથી અમારું અલગથી જ ગર્લ્સ ગૃપની ફ્રેન્ડશિપ થઈ ગઈ, અને પછી તો અમે એકલી લેડિઝ અલગ અલગ જગ્યાએ ટુરમાં પણ એકલા જઈએ છીએ. અમે લેડિઝ ગૃપ ગોવા, પંચગીની વગેરે જગ્યાએ સાથે પ્રવાસ કર્યો છે. અમારી ફ્રેન્ડશિપ એટલી સ્ટ્રોંગ બની ગઈ છે કે હવે ટૂર હોય, શોપિંગ હોય કે બીજું કોઈ પણ કામ કેમ ના હોય એક જ ફોનથી બધી જ લેડિઝ ભેગી થઈ જાય છે.’’

  • ગૃપમાં ટ્રીપ કરવા માટે અમે ક્વિન ક્લબ નામનું ગૃપ જ બનાવી લીધું : રિયા મર્ચન્ટ

રિયા મર્ચન્ટે જણાવ્યું હતું કે, ‘અમારા હસબન્ડના મિત્ર વર્તુળમાં ઓકેઝનલી જતા હોવાથી અમારી ગર્લ્સની પણ ફ્રેન્ડશીપ થઈ ગઈ. અમે વોટ્સ પર એક ગૃપ બનાવ્યું. જો કે ધીમે ધીમે મેમ્બર વધ્યા બાદ અમે ગૃપમાંથી ક્લબ બનાવી દીધું. હાલ અમે ગર્લ્સે ભેગા થઈને ક્વિન ક્લબ નામનું ગૃપ બનાવ્યું છે, જેમાં અમે 40 થી વધારે મેમ્બર છીએ. અમે ગર્લ્સ ગૃપમાં કીટ્ટી પાર્ટીથી માંડીને અનેક ઈવેન્ટ અને જુદાજુદા ડેઝ પણ સેલિબ્રેટ કરીએ છીએ. અમારું સોશ્યલ મિડીયા પર એક ગૃપ પણ છે. થોડા સમય પહેલા જ અમે સાપુતારા ડાંગની ટ્રીપ ઓર્ગેનાઈઝ કરી હતા. અા ટ્રીપમાં અમે અમારા બચ્ચાઓને હસબન્ડ પાસે જ મુકીને ગર્લ્સ ગૃપમાં ટ્રીપની મજા માણી હતી. ગૃપને કારણે અમારી ફ્રેન્ડશીપ ખૂબ સ્ટ્રોેંગ થઈ ગઈ છે.

Most Popular

To Top