સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો બંધ હોય જે તમામ દુકાનો ને વહીવટી તંત્ર દ્વારા દિવસ દરમ્યાન ચોક્કસ સમય નક્કી કરી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી રજુઆત પુર્વ વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્ર સોલંકી દ્વારા કરાતા હાસ્યાસ્પદ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ ના દેશો સહીત ભારત માં પણ કોરોના વાયરસ ની ગંભીર સમસ્યા થી સરકાર સહીત પ્રજા ઝઝૂમી રહી છે. સમગ્ર ભારત સહીત ગુજરાત માં ૨૧ દિવસ ના લોક ડાઉન ની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ટ્રેન બસ દુકાનો મોલ મલ્ટી પ્લક્ષ થિયેટરો હોટેલો રેસ્ટોરન્ટો ખાણી પીણી ની દુકાનો લારીઓ ફેક્ટરી કારખાના બધુ જ ફરજીયાત બંધ છે અને એ જરૂરી પણ છે. હાલ ફક્ત હોસ્પિટલો મેડીકલ સારવાર આરોગ્ય પોલીસ ફાયર સફાઈ જેવી આવશ્યક સેવાઓ અને અનાજ કરીયાણા શાકભાજી દૂધ તેમજ ફળફળાદિ સહીત સરકારી ઓફિસો ચાલુ રાખવામાં આવી છે જે આવકારદાયક બાબત છે. આ ૨૧ દિવસ ના લોક ડાઉન માં હેર કટીંગ સેલુનો બાલ દાઢી કરાવવા ની વ્યવસ્થા પણ ફરજીયાત બંધ રાખવામાં આવી છે જેનાથી લોકો ના માથા ના વાળ કપાવવા ની પરિસ્થિતિ અને સમસ્યા માં વધારો થયો છે. શું જ્યાં સુધી લોક ડાઉન રહે ત્યાં સુધી માથા પર ના વાળ ફરજીયાત વધવા દેવાના ? દાઢી તો લોકો જાતે કરશે પણ માથા પર ના વાળ જાતે થોડા કાપી શકાશે ?
આ લોક ડાઉન ની જાહેરાત અચાનક કરવામાં આવી છે જેથી ઘણાં લોકો વાળ સમયસર કપાવી શક્યાં નથી અને હજુ પંદર દિવસ લોક ડાઉન ચાલશે ત્યાં સુધી વાળ કપાવવા સિવાય લોકો એ ક્યાં સુધી બેસી રહેવું ?લોકો ની વાળ કપાવવા ની સમસ્યા નું નિરાકરણ લાવવા સંદર્ભે શહેર ના હેર કટીંગ સેલુનો ને દિવસ માં ચોક્કસ સમય નક્કી કરી વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા રાખવાની છૂટછાટ આપવી જોઈએ તેવી રજુઆત કરી જાણે પોતાની બુધ્ધિનું પ્રદર્શન કર્યુ હોય તેમ લાગી રહ્યું છે.