Vadodara

વિશ્વામિત્રી સફાઈ અભિયાનનો પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિએ વિરોધ કર્યો

વડોદરા: વિશ્વામિત્રી પુનઃ જીવીત કરવા માટે એનસીટીઈ દ્વારા ૭ લોકોને નોટિસ આપવામાં આવી છે જેમાં 3 મહિનાની અંદર વિશ્વામિત્રી આખી નદી પર્યાવરણને ધ્યાનમાં રાખીને પુનર્જીવિત કરવી ,નદી કોને કહેવાય તેનું મેપિંગ કરવું અને ગેરકાયદેસર દબાણો નદીના પટ પર આવેલા છે તે દૂર કરવા હાલમાં મહાનગરપાલિકા એનજીટી ના ઓર્ડર વિરુદ્ધ કામગીરી કરી રહી છે તેઓ આક્ષેપ પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિએ કર્યો હતો.

નગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વામિત્રી પ્રોજેકટ ચાલી રહ્યો છે પરંતુ તેમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જે નદી છેલ્લા કેટલાક વર્ષોથી દૂષિત છે. વિશ્વામીત્રી જે પવિત્ર નદી છે તેને પાલિકાએ ડ્રેનેજનું ગંદુ પાણી છોડી ને તેને દૂષિત કરી નાખી છે. અને હવે સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને લઈને પર્યાવરણપ્રેમીઓ પણ નારાજ છે.થોડા દિવસ અગાઉ મેયર કેયુર રોકડિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત ટીમે  વિશ્વામિત્રી સફાઈ ની જે કામગીરી ચાલી રહી છે.કાલાઘોડા બ્રિજ, મુજ મહુડા બ્રિજ, આટલાદરા માંજલપુર બ્રીજ અને વડસર બ્રિજ ની મુલાકાત લીધી હતી. વિશ્વામિત્રીના પ્રારંભથી શહેર માંથી બહાર નીકળતા આ નદીનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરવામાં આવે તેવો પાલિકાતંત્ર નો ઈરાદો છૅ.

મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વિશ્વની સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તેને આજે ૧૫ થી ૧૬ દિવસ થયા છે. પાલિકા માત્ર ૧૫ કિલો મીટર સુધીનું નદી ના પર પર જ કામગીરી કરવામાં આવશે. જેમાં ઝારી ઝાંખના કાઢવામાં આવી રહ્યા છે. જોકે વિશ્વામિત્રી નદીના પટ પર આવેલા દવાઓ પણ આવેલા છે જે પાલિકા ક્યારેય દૂર કરશે તે એક મોટો સવાલ છે .પાલિકાની સફાઇ ઝુંબેશ ની કામગીરીમાં પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિએ નારાજગી વ્યક્ત કરી છે.

વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન 1973 નો કોર્પોરેશન દ્વારા ભંગ કરવામાં આવ્યો છે

પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા એન જી ટીવી ના ઓર્ડર વિરુદ્ધ કામગીરી કરી રહી છે, ૨૫મી મેના રોજ આપવામાં આવ્યો હતો અને ૨૭મીથી કામગીરી શરૂ કરવામાં ની હતી પરંતુ પાલિકાએ ઓપન પ્રકારની કામગીરી હજુ સુધી કરી નથી. એનજીટી દ્વારા ત્રણ મહિનાનો કામગીરીનો વિશ્વામિત્રનો એકસન પ્લાન તૈયાર કરીને આપવાનો છે જેમાં 7 ને નોટિસ આપવામાં આવ્યું છે જેમાં કોર્પોરેશન , કોર્પોરેશન,મ્યુનિસિપલ કમિશનર,વુડા ચેરમેન ,કલેકટર, વડોદરા સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર, અર્બન સેક્રેટરી, ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત,.

એનજીટીએ ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વિશ્વામિત્રી આખી નદી પર્યાવરણને ધ્યાનમાં રાખી કોના જેવી જ કરવી નદી ની જગ્યા કઈ છે નદી કોને કહેવાય તેનું માપિગ કરવું,નદી ના પટ પર આવેલા દબાણો હટાવવા, મહાનગરપાલિકાએ એનજીટીએ ઓર્ડર આપ્યો તેના બીજા દિવસથી જ કામગીરી શરૂ કરવાની હતી અને કામગીરી શરૂ સાથે ત્રણ મહિના નો રોડ મેપ વન આપવાનો હતો કેવી રીતે કામગીરી કરવામાં આવશે.

વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન 1973 નો કોર્પોરેશન દ્વારા ભંગ કરવામાં આવ્યો છે ,મગર કાચબો, એના જેવા અન્ય પ્રાણી જીવ જંતુ ને ધ્યાન માં રાખી કામગીરી કરવી. નદીમાં કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં આવે તો નેશનલ વાઈલ્ડ લાઈફ અને સ્ટેટ વાઈલ્ડ લાઈફ ને પૂછ્યા વગર કરવું નહીં. જોકે પાલિકા પોતાને મન ફાવે તેવી કામગીરી કરી રહી છે અને હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. નદીના પટ પરના દબાણો છે તેને પણ હજુ નોટિસ આપવામાં આવી નથી કે કયા કયા દબાણો છે એના મારકિંગ પણ કરવામાં આવ્યા નથી.

પર્યાવરણ રોહિત પ્રજાપતિના ખબર નહીં કે કેવી રીતે કામગીરી કરવી તંત્ર જે કામગીરી કરે છે તેમાં રોડા નાખવા માટે તૈયાર થઈ જાય છે .પરંતુ તંત્ર અને પર્યાવરણ પ્રેમી તરીકે સાચી દિશા બતાવવામાં આવતી નથી. પાલિકા શહેરના હિતમાં કામ કરી રહી છે અને શહેરના નાગરિકો પણ પાલિકા ની કામગીરી થી ખુશ છે. શહેરમાં એક જ પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિ નથી બીજા પર્યાવરણપ્રેમી છે એને પણ અમે સહમતી લઇ રહ્યા છે. આગામી 7 દિવસ ની અંદર વિશ્વામિત્રી સફાઈ ઝુંબેશની કામગીરીનું પરિણામ શહેર ને મળશે.         – ડો હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ

Most Popular

To Top