Gujarat

50 કરોડથી વધુનાં ઘઉં અને ચોખા બારોબાર સગેવગે કરવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

રાજ્યની ભાજપ સરકારે મે, જુન-2021 દરમિયાન રાજ્યના કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકોને 2.39 લાખ મેટ્રિક ટન ઘઉં અને 1.03 લાખ મેટ્રિક ટન ચોખાનું વિના મૂલ્યે વિતરણનો દાવો કર્યો છે (જેની બજાર કિંમત 1167 કરોડ થાય છે), જો કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકો પૈકી 3 લાખ (4.22 ટકા) NFSA કાર્ડ ધારકોએ મફત અનાજ લીધું જ નથી, તો પછી એમના ભાગના અંદાજે 50 કરોડથી વધુનાં ઘઉં અને ચોખાનો બારોબાર ક્યાં વહિવટ કરવામાં આવ્યો ? તેવું ગુજરાત પ્રદેશ કોગ્રેસના પૂર્વ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ પોતાની ખુદ્દારી માટે જાણીતા છે. કોરોના મહામારીના વિકટ સમયમાં પણ NFSA રેશનકાર્ડ હોવા છતાં રાજ્યનાં 3 લાખ પરિવારોએ છેલ્લા 3 મહિનાથી, જ્યારે 2.75 લાખ કાર્ડ ધારક પરિવારોએ છેલ્લા 6 મહિનાથી મફતમાં રાશન નહીં લઈને પોતાની ખુદ્દારી પ્રગટ કરી છે. તેમ છતાં રાજ્યની ભાજપ સરકારે મે, જુન -2021 દરમિયાન 71 લાખ પરિવારોના 3.41 કરોડ લોકોએ એટલે કે અડધા ગુજરાતે મફત અનાજ ખાધું હોવાનું જુઠાણું ચલાવી ગુજરાતની જનતાની ખુદ્દારીનું અપમાન કર્યુ છે.

ભાજપ સરકારે પહેલાં તો ગુજરાતીઓની ખુદ્દારીનું અપમાન કરવા બદલ જનતાની માફી માંગવી જોઈએ. તેમજ આ પરિવારના હકનું અનાજ ક્યાં સગેવગે થયુ તેની તપાસ થવી જોઈએ.

Most Popular

To Top