Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા, નવા 39, સૌથી વધુ અમદાવાદમાં 10

રાજ્યમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8, વડોદરા મનપા અને ગાંધીનગર ગ્રામ્યમાં 4-4, અમરેલી, વડોદરા ગ્રામ્યમાં 2-2 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી એક પણ મૃત્યુ નોધાયું નથી.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 342 થયા છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 337 દર્દીઓ સ્ટેબલ છે. આજે 42 દર્દીઓ સાજા થતાં થયા છે. રાજ્યમાં સાજા થવાનો રિકવરી રેટ 98.74 ટકા રહ્યો છે. અત્યાર સુધી 8,14,265 દર્દીઓ સાજા થયા છે. રાજ્યના નવ જિલ્લાઓમાં માત્ર એક નવો કેસ નોંધાયો છે. જ્યારે 26 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

શનિવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2,96,092 વ્યકિતઓને રસી આપવામાં આવી

આજે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 179 અને બીજો ડોઝ 10,924, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 1,54,865 અને બીજો ડોઝ 22,543, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 49,633 અને બીજો ડોઝ 57,948 મળી કુલ 2,96,092 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,13,07,617 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

Most Popular

To Top