National

મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકસમાં ભારતનું ખાતું ખોલાવ્યું, સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હી: ભારતે ઓલિમ્પિક ઇતિહાસ (Indian Olympic history)માં પહેલા દિવસે કોઈ ચંદ્રક જીત્યો (Medal on first day) ન હતો. પરંતુ ભારતીય મહિલા સ્ટાર વેઇટલિફ્ટર (Star weightlifter) મીરાબાઈ ચાનુએ આ ઇતિહાસ બદલી નાખ્યો છે.

ભારતીય મહિલા સ્ટાર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu wins Silver)એ ટોક્યો ઓલિમ્પિક્સ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ બનાવ્યો છે. મીરાબાઈએ 49 કિલો વર્ગમાં મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતમાં 21 વર્ષના દુકાળનો અંત આવ્યો છે. મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિક ગેમ્સના વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ભારતના 21 વર્ષના પદક માટેના ઈંતેજારની સમાપ્તિ કરી છે. ચાનુએ 115 કિલો અને સ્નેચમાં 87 કિલોમાંથી કુલ 202 કિલો ઉપાડીને ક્લિન એન્ડ જર્કમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ચાનુની 2016 ની રિયો ઓલિમ્પિક્સ નિરાશાજનક હતી. પરંતુ તે પછી તેણે સતત તેની રમતમાં સુધારો કર્યો. તેણે 2017 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2018 માં કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 26 વર્ષીય ચાનુની છેલ્લી ઓલિમ્પિક્સ પછી તેની રમતમાં ઘણો સુધારો થયો છે. તેણે પોતાની તકનીકમાં ઘણો સુધારો કર્યો છે. ચાનુ 1 મેના રોજ સ્ટ્રેન્થ અને કંડિશનિંગ ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. તેણે તેના કોચ એરોન હર્શિંગ પાસે તાલીમ લીધી. તેને ત્યાં પણ ખભાની ઈજાની સારવાર મળી હતી. મીરાબાઈ જાપાન ઓલિમ્પિક્સ માટે અમેરિકાથી સીધા ટોક્યો પહોંચી હતી.

આ અગાઉ સિડની ઓલિમ્પિક્સ 2000 માં કર્ણમ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ચીનના હૌ ઝીઉઇએ કુલ 210 કિગ્રા (સ્નેચમાં 94 કિગ્રા, ક્લિન એન્ડ જર્કમાં 116 કિલો) સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈન્ડોનેશિયાની આઈસા વિની કન્તીકાએ કુલ 194 કિલો વજન ઉંચકીને કાંસ્ય પદક જીત્યો હતો. મીરાબાઈ 2017 માં વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ (48 કિલો) ની ચેમ્પિયન બની હતી. તેણે આ વર્ષે એપ્રિલમાં 86 કિલો સ્નેચ અને વર્લ્ડ રેકોર્ડ 119 કિલો વજન ઉંચકીને ટાઇટલ જીત્યું હતું. કુલ 205 કિલો વજન ઉંચકીને તે કાંસ્ય પદક જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે અહીં તેની સ્પોર્ટમેનશિપ સાફ જોઈ શકાય છે, કારણ કે પાંચ વર્ષ પહેલાં નિરાશાજનક પ્રદર્શન કર્યા પછી, તેણે પુનરાગમન કર્યું અને 2017 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ફરી એક વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સમાં તેના વિવેચકોને શાંત કર્યા. તેણે પીઠની સમસ્યા સાથે પણ વાપસી કરી હતી, જેના કારણે તે 2018 માં સારો દેખાવ કરી શકી ન હતી. 

Most Popular

To Top