National

આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ દ્વારા પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

જમ્મુ કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Security forces)ને મોટી સફળતા (Success) મળી છે. અહીં અખનૂરમાં સેનાએ એક વિશાળ પાકિસ્તાની ડ્રોન (Pakistani drone)ને ઠાર માર્યો હતો. આ ડ્રોનની સાથે પોલીસે 5 કિલો આઈ.ઈ.ડી. (IED) પણ જપ્ત કર્યું હતું.

આ ડ્રોનનું કદ એકદમ મોટું છે અને તેનો વ્યાસ 6 ફૂટ છે. ડ્રોનનું વજન 17 કિલો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ડ્રોન ચીનમાં બનાવવામાં આવ્યું છે અને તેના કેટલાક ભાગ તાઇવાનમાં બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં ડ્રોનને લગતી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. 27 જૂને જમ્મુના ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટક પદાર્થો છોડવા માટે એક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આ ડ્રોન ભારતીય સરહદમાં 8 કિલોમીટરની અંદર ઘૂસી ગયો હતો. ત્યારે સુરક્ષા એજન્સીઓને આ ડ્રોનની હાજરી વિશે ખબર પડી. આ ડ્રોનને નીચે ઉતારવા માટે સેનાએ એકે 47 નો ઉપયોગ કર્યો હતો.

આતંકવાદીઓને 5 કેજી આઈઈડી મળવાનું હતું

આ ડ્રોનમાંથી 5 કિલો આઈ.ઈ.ડી પણ મળી આવ્યુ છે. આ વિસ્ફોટકને એસેમ્બલ કરવાનું હતું. જો આ વિસ્ફોટક દેશના દુશ્મનોના હાથમાં લાગી ગયો હોત, તો તેનો ઉપયોગ આતંકવાદીઓ કરી શક્યા હોત. હવે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું પાકિસ્તાનથી લશ્કર દેશમાં આતંકી હુમલા કરવા વિસ્ફોટકો સ્રોત માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યુ છે.

સુરક્ષા દળો હરકતમાં

27 જૂને, આઈએએફ સ્ટેશન પર ડ્રોન હુમલામાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં આવી ઘટનાઓ સામે આવ્યા બાદ એજન્સીઓ સક્રિય સ્થિતિમાં આવી ગઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ડ્રોન પર ઉભરતા ખતરા અંગે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આતંકવાદી જૂથોના વધતા જતા ભય વચ્ચે, ડ્રોન સુરક્ષા માટે એક નવો પડકાર બનીને બહાર આવ્યા છે. એટલું જ નહીં, તપાસમાં ખુલાસો થયો કે આ હુમલો પાકિસ્તાન અથવા તેના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રોન હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સાફ દેખાય છે.
 
સતત જોખમ બની રહ્યા છે ડ્રોન

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર અગાઉ સરહદ પારથી આવેલા ડ્રોનનો ઉપયોગ ભારતીય ક્ષેત્રની અંદર ચલણ, હથિયારો અને દારૂગોળો છોડવા માટે કરવામાં આવતો હતો. આતંકવાદી પ્રવૃત્તિઓમાં માનવરહિત હવાઈ વાહનોનો ઉપયોગ શરૂ થયો છે. તેને શોધવા માટે વધુ પ્રયત્નોની જરૂર છે, જેથી આ નવા અને ઉભરતા ખતરાને અસરકારક રીતે તટસ્થ કરી શકાય.

Most Popular

To Top