Vadodara

વેક્સિનેશન પ્રુફ-વાલીની પરવાનગી સાથે યુનિ.માં શૈક્ષણિક કાર્ય શરૂ

વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે પણ 14 જેટલી ફેકલ્ટી અને 3 કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતંુ. અને વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં િશક્ષણ મેળવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા દરેક ફેકલ્ટી ડીનને તેમના િવદ્યાર્થીઓને કેવી રીતે અને કેટલા િદવસ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવુ તેની સત્તા આપી છે. આ માટે વાલીઓની પરવાનગી તેમજ રસીકરણ કરેલું હોવાની મુખ્ય શરતો રાખવામાં આવી છે.

ઉપરાંત માસ્ક પહેરવુ તેમજ સેનેટાઈઝ પણ કરવું જરૂરી છે. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં સોમવારથી વર્ગખંડમાં પ્રત્યક્ષ રીતે િશક્ષણ કાર્ય આપવાની શરૂઆત કરવામાં આવી હતી. કોમર્સ ફેકલ્ટીમાં મેઈન બિલ્ડીંગ, યુનિટ બિલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ઓફલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એજીએસયુ દ્વારા યુનિટ બિલ્ડીંગ ખાતે સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા કરવામાં આવી અને કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝ આપીને આવકારવામાં આવ્યા હતા ત્રણ બિલ્ડીંગોને સેનેટાઈઝીંગ કરવામાં આવ્યા હતા.

ત્રણ બિલ્ડીંગોને સેનેટાઈઝીંગ કરવામાં આવ્યા હતા. િવદ્યાર્થીઓ માટે વાલીઓમાં સંમતિપત્રક અને વેકસીનેશન લીધા પ્રુફ હોય તેને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીને એક જ િદવસ પ્રત્યક્ષ શઇક્ષણ આપવાનો નિર્ણય લેવાયો છે. જયારે બાકીના પાંચ દિવસ ઓનલાઈન િશક્ષણ મેળવવાનું રહેશે.જયારે વર્ગખંડમાં 100ની ક્ષમતા સામે પચાસ િવદ્યાર્થીઓને જ બેસાડવાનું નક્કી કરાયું છે. સવારે સાડા સાતથી સાડા દસ અને અગીયારથી એક વાગ્યા સુધ બે બેચ રાખવામાં  આવી છે. પોલીટેકનીક કોલેજ ખાતે પણ ત્રીજા વર્ષના િવદ્યાર્થીઓએ આજથી ઓફ લાઈન શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. પોલીટેકનીક કોલેજમાં સપ્તાહમાં ત્રણ ત્રણ દિવસ િદવસની બેચ રાખવામાં આવી છે.

જયારે સાયન્સ ફેકલ્ટીમાં પણ ત્રીજા વર્ષમાં અને એમએસસના વર્ગ શરૂ કરાયા છે તેમાં પણ અંદાજીત 600થી 700 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ફેકલ્ટી અને કોલેજો છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે ત્યાં પણ ઓછી માત્રામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા અને રાજય સરકારની એસઓપી મુજબ િશક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આગામીિદવસોમાં િવદ્યાર્થીઓની સંખ્યા ધીરે ધીરે વધશે તેમ લાગી રહયું છે.

Most Popular

To Top