Madhya Gujarat

પરીણિતાએ બિભત્સ માગણી ન સંતોષતા હવસખોરો 2વર્ષની બાળકીને ઉઠાવી ગયા

દાહોદ: દાહોદ જિલ્લામાં મહિલા પરના અત્યાચારોમાં જાણે વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલાંજ ધાનપુરના ખજુરી અને દેવગઢ બારીઆમાં મહિલા અત્યાચારના બનેલા બે બનાવોનો સાહી હજુ સુકાઈ નથી ત્યારે ફરી મહિલા પરના અત્યાચારનો બનાવ સામે આવ્યો છે જેમાં દાહોદના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક પરણિત મહિલાના ઘરમાં એક નરાધમ ઘુસી જઈ પરણિતાની ખેંચતાણ કરી વિભિત્સ માંગણી કરી હતી.

આ માંગણી પરણિતાએ ન સંતોષતાં નરાધમે પોતાની સાથે ૦૫ જેટલા ઈસમો સાથે લઈ મહિલાના ઘરે આવ્યો હતો અને પરિણિતાની ૦૨ વર્ષીય માસુમ બાળાને આ ઈસમોએ અપહરણ કરી લઈ નાસી ગયાં બાદ જાે પોલીસમાં ફરિયાદ આપીશ તો મારી નાંખીશું અને ગામમાં રહેવા નહીં દઈએ તેવી ધમકીઓ આપતાં જિલ્લામાં ફરીવાર આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં મહિલા ઉપરના અત્યાચારના ધ્રૃણાસ્પદ બનાવને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સૌ કોઈએ આ ઘટનાને વખોડી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆતો પણ કરી હતી. આ ઘટનાને પડઘા ગાંઘીનગર સ્થિત મુખ્યમંત્રી રૂપાણી, ગૃહમંત્રી સહિત ડીજીપીના ધ્યાને આવતાં તેઓ પણ આ ઘટનાને સંબંધિ કાયદેસરની કડક કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા પોલીસને આદેશો કરી દીધાં હતાં ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા આ ઘટનાનમાં ઘણા સંડોવાયેલ લોકોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ આરોપીઓને ધકેલી દીધાં છે. દાહોદ જિલ્લામાં મહિલાની સુરક્ષા જળવાઈ રહે તેમ માટે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સુરક્ષા સમિતિઓની રચના પણ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટી માન્યતાઓ અને અંધશ્રધ્ધાને પગલે મહિલાઓ અવાર નવાર અત્યાચારનો ભાગે બનતી રહી છે.

ગત તા.૧૫મી જુલાઈના રોજ સાંજના ૦૬ વાગ્યાના આસપાસ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતા પોતાના ઘરે હતી. આ દરમ્યાન ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુંટા ફળિયામાં રહેતો આનંદભાઈ મલજીભાઈ પારગી પરણિતાના ઘરે આવ્યો હતો અને પરણિતાની ખેંચતાણ કરી બિભિત્સ માંગણી કરી હતી. પરણિતાએ આ આનંદભાઈની બિભિત્સ માંગણી ન સ્વિકારતાં આવેશમાં આવેલ આનંદભાઈએ પોતાની સાથે પોતાના જ ગામમાં રહેતાં અન્ય ઈસમો પ્રકાશભાઈ ઉર્ફે પરતેશભાઈ હકરાભાઈ, પપ્પુભાઈ ચીમનભાઈ, સંદિપભાઈ ખીમાભાઈ અને મલજીભાઈ સવજીભાઈ પારગીને સાથે લાવી પરણિતાના ઘરે આવ્યો હતો અને પરણિતાની ૦૨ વર્ષીય બાળાને મારી નાંખવાની ધમકી આપી હતી અને મલજીભાઈ સવજીભાઈએ પરણિતાને કહેલ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો તને ગામમાં રહેવા નહીં દઈએ, ગામમાં રહેવું તને ભારે પડી જશે તેમજ કહી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે પરણિતાએ ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ધાનપુરમાં પરીણિતાના પ્રેમીની પતિ સામે ફરિયાદ

દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે મહિલા અત્યાચારનો બનેલા બનાવમાં અત્યાચાર ગુજારનાર પરિણીતાના પતિ તથા તેના પરિવારજનો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે જેમાં અત્યાચારનો ભોગ બનેલી પરણિતાના પ્રેમીને પતિ તથા 12 ઈસમોના ટોળાએ બે દિવસ સુધી ખજૂરી ગામે ગોંધી રાખ્યા બાદ મારી નાખવાની ધમકી આપી નિકાલના નાણાની માંગણી કરી હતી. આ સંબંધી યુવકના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે 12 ઈસમો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે.ધાનપુર તાલુકાના વાંકોલ ગામે પટેલ ફળિયામાં રહેતા મગનભાઈ મોતિયાભાઈ પસાયા દ્વારા નોંધાવેલી ફરિયાદના જણાવ્યા અનુસાર, ગત તારીખ 6 જુલાઈના રોજ ખજુરી ગામે રહેતા દિનેશભાઈ  કાનીયાભાઈ, પપ્પુભાઈ કાનીયાભાઈ, રાકેશભાઈ સવલાભાઈ, નવલસિંગ કસના ભાઈ, લક્ષ્મણભાઈ સબીયાભાઈ, સબુરભાઇ નાનાભાઈ, નારણભાઈ અંબાલાલ, મનુભાઈ સનીયાભાઈ, રમેશભાઈ, સબિયાભાઈ દહરિયાભાઈ, રણજીતભાઈ આમલીયા તમામ જાતે મછારનાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી મગનભાઈના પુત્ર કમજીભાઈને દિનેશભાઈની પત્ની સાજનબેન સાથેના પ્રેમસંબંધની અદાવતમાં ૬ જુલાઈના રોજ સવારના 7:30 વાગ્યે કમજીભાઈ તથા તેની પ્રેમિકા સાજનબેનને કાઠિયાવાડના રાજકોટના ધ્રોલ ગામેથી પંચ રાહે નિકાલ કરવાના બહાને ધાનપુર તાલુકાના ખજુરી ગામે લઈ આવ્યા હતા જ્યાં લાવી ઉપરોક્ત પ્રેમીપંખીડાંને દિનેશભાઈ મછાર તથા તેની સાથેના માણસોએ મારકૂટ કરી હતી અને કમજીભાઈને બે દિવસ સુધી નનુભાઈ સનિયાભાઈ મછારના  ઘરમાં ગોંધી રાખ્યો હતો આ બાબતની જાણ કમજીભાઈના પિતા તથા તેના પરિવારજનોને થતાં તેઓ કમજીભાઈ છોડવવા પહોંચ્યા જ્યાં દિનેશભાઈ તથા તેની સાથેના માણસોએ મગનભાઈ તથા તેમના પરિવારજનોને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, નિકાલના 1,10,000/- નક્કી કર્યા છે, તે આપી દો તેમ કહી મારી નાખવાની ધમકી આપી મગનભાઈના ખિસ્સામાંથી રોકડા  ૧૦,૦૦૦/- બળજબરીથી કાઢી લઇ ભારે ધીંગાણું મચાવ્યું હતું.

  • નારી ગૌરવ હનનના કિસ્સામાં દાહોદની મુલાકાત લેતા ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન

ધાનપુરના ખજૂરી ગામે પ્રેમી સાથે ભાગેલી પરણિત યુવતીને નિર્વાસ્ત્ર કરી માર મારવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીરતાથી લઇ તાબડતોડ ગ્રામ્ય લેવલે મહિલા સુરક્ષા સમિતિ બનાવવાના આદેશ કરાયો છે.તેવામાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન દાહોદ ખાતે પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ટ્રાયબલ બેલ્ટ હોવાના કારણે આંતરિયાંળ વિસ્તારોમાં રૂઢિચુસ્ત વિચારધારા ધરાવનારો વર્ગ હોવાથી અહીંયાના આંતરિયાંળ વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારોના બનાવો અવારનવાર બનતા રહે છે.ખજૂરી ગામે પ્રેમી સાથે ભાગેલી 23 વર્ષીય યુવતીને સાસરીયા પક્ષ દ્વારા પકડી લાવી જાહેરમાં નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

Most Popular

To Top