- ફોલિક એસિડ એ વિટામિન બી -૯ ‘ફોલેટ ‘નું રાસાયણિક સ્વરૂપ છે. ફોલિક એસિડ આપણા શરીરમાં નીચે પ્રમાણેનાં વિવિધ કાર્યો કરે છે.
- DNAના બંધારણ માટે જરૂરી
- ગર્ભાવસ્થામાં બાળકની અંદરના જનીનિક બંધારણ અને વારસાગત લક્ષણોના વહન માટે ફોલિક એસિડ અગત્યનું પોષક તત્ત્વ છે.
- રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી
- ફોલિક એસિડની મદદથી લોહીમાં રક્તકણોનું નિર્માણ થાય છે.
- પાચનતંત્રના સુયોગ્ય સંચાલન માટે જરૂરી
- ફોલિક એસિડની કમી પાચનતંત્રને મંદ કરી શકે છે જે કબજિયાતમાં પરિણમી શકે છે.
- લક્ષણો
- જો શરીરમાં ફોલિક એસિડની માત્રા ઘટી જાય તો નીચે મુજબનાં લક્ષણો જોવા મળી શકે.
- – સ્વભાવમાં ચીડિયાપણું
- – શ્વાસ ચડવો
- – થાક લાગવો
- – એકાગ્રતાનો અભાવ
- – મોઢામાં ચાંદાં પડવાં
- – ચામડી અને નખના રંગમાં ફેરફાર
- – ધબકારા વધી જવા
- કોને ફોલિક એસિડની ઊણપ સર્જાઈ શકે?
- – આલ્કોહોલનું વધુ પડતું સેવન કરતા લોકો
- – સગર્ભા સ્ત્રીઓ
- – એલર્જીને કારણે યોગ્ય પ્રમાણમાં બધો જ ખોરાક ન ખાઈ શકતાં લોકો
- વધુ પડતાં ફોલિક એસિડના સેવનથી થતી આડઅસરો :
- ચેતાતંત્રને નુકસાન
- રોજિંદી જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં લેવાયેલ ફોલિક એસિડ ચેતાતંત્રને નુકસાન કરી શકે છે .
- વૃદ્ધાવસ્થાના માનસિક રોગો નાની ઉંમરે દેખા દે મોટેભાગે વૃદ્ધાવસ્થા આવતા ભૂલી જવું, ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સર્જાતી હોય છે. ફોલિક એસિડના વધુ પડતાં સેવનને લીધે આ માનસિક સમસ્યાઓ થોડી વહેલી દેખાવા માંડે છે.
- ગર્ભસ્થ શિશુમાં માનસિક વિકાસ ધીમો થઈ શકે
- જો ગર્ભાવસ્થામાં વધુ પ્રમાણમાં ફોલિક એસિડ લેવામાં આવે તો બાળકનો માનસિક વિકાસ ધીમો થઈ શકે.
- ગર્ભસ્થ શિશુમાં કરોડરજ્જુની સમસ્યા
- ડૉકટરની સૂચના વગર માત્ર એકબીજાની દેખાદેખીમાં કરેલાં વધુ પડતાં ફોલિક એસિડના સેવનથી કરોડરજ્જુની સમસ્યા ઊભી થઈ શકે છે જેને કારણે ‘સ્પાઈના બાયફ્રિડા’ નામની માંદગી થઈ શકે છે.
- કેન્સરના રોગમાં વધારો
- ક્યારેક કેન્સરની ટ્રીટમેન્ટમાં ફોલિક એસિડનો ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પણ વધુ પડતાં ફોલિક એસિડને કારણે ક્યારેક કેન્સરનો રોગ વધી શકે એવું પ્રયોગો દ્વારા સાબિત થયું છે
- આમ, ફોલિક એસિડની દવાઓનું આડેધડ સેવન કરવું નહિ.
- ફોલિક એસિડ કયા
- ખાદ્યપદાર્થોમાંથી મળી રહે?
- ફોલિક એસિડ નીચે દર્શાવેલ ખાદ્યપદાર્થોમાં સારા પ્રમાણમાં મળી આવે છે.
- – બ્રોકોલી
- – પાલક, મેથી,સરસવ જેવી લીલા પાંદડાંવાળી ભાજી
- – કોબી, ફ્લાવર જેવાં શાક
- – લીલા ચણા
- -પાપડીનું શાક
- – લીવર
- – રાજમા
- – સૂરજમુખીનાં બીજ અને અળસીનાં બીજ
- ફોલિક એસિડની દવાઓ ગર્ભાવસ્થાના પ્રથમ મહિનાથી જ ડોકટરો દ્વારા શરૂ કરાવી દેવામાં આવે છે જેથી બાળકના વિકાસ માટે ,જનીનિક બંધારણ અને વારસાગત લક્ષણોના વહન માટે તથા માતાને એનિમિયા ન થાય તે માટે રેકમેન્ડ કરવામાં આવે છે.
- ફોલિક એસિડનું કેટલું પ્રમાણ દિવસ દરમ્યાન જરૂરી?
- દિવસ દરમ્યાન ફોલિક એસિડની જરૂરિયાત
- સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિ ૨૦૦ માઇક્રોગ્રામ
- સગર્ભા સ્ત્રી ૫૦૦ માઇક્રોગ્રામ
- ધાત્રી સ્ત્રી ૩૦૦ માઇક્રોગ્રામ
- બાળકો ૮૦-૧૨૦ માઇક્રોગ્રામ
આ લક્ષણો ફોલિક એસિડની ઊણપનાં હોઈ શકે
By
Posted on