Vadodara

બૂલેટ ટ્રેન અંતર્ગત નાણાંવટી ચાલના દબાણો દૂર કરાયા

વડોદરા : બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે  બુલેટ ટ્રેન વડોદરા  શહેરમાંથી પસાર થનાર છે. ત્યારે રસ્તામાં આવતા મકાન ધારકોને જમીનનું વળતર આપ્યા બાદ મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એકાએક  બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે મકાનો તોડવા આવતા નાણાવટી ચાલીના રહીશો ગભરાયા હતા. પંડ્યાબ્રિજ પાસે આવેલી નાણાવટી ચાલના રહીશોનો કેટલાય સમય થી બુલેટ ટ્રેન ને લઈ વિવાદમાં ચાલી રહ્યો છે. ત્યારે રેલ્વે દ્વારા 45 મકાનનો ને  નક્કી થયા મુજબનું વળતર આપી દઈને  45 મકાનોને તોડવાની શરૂઆત કરાઈ હતી.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની કામગીરી દરમિયાન પુરુ વળતર મળે એવી માંગણી સાથે શાસ્ત્રી બ્રિજ પાસે આવેલી નાણાવટી ચાલના રહીશો છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવી રહ્યા હતા. તેમાં આખરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 91 વ્યક્તિમાંથી 71 વ્યક્તિને પૂરતું વળતર મળ્યા બાદ શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી સો વર્ષ જૂની નાણાવટી ચાલ તોડવાની કાર્યવાહી હાથ ધરી છે.અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે.વડોદરા શહેરના રેલ્વે સ્ટેશનની આસપાસ માંથી બુલેટ ટ્રેન નો ટ્રેક પણ પસાર થવાનો છે.ત્યારે હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે.

જેમાં શાસ્ત્રી બ્રિજ પાસે આવેલી નાણાવટીની ચાલના રહીશોને પુરતું વળતર મળે તેવી માંગ સાથે અવાર નવાર દેખાવો કર્યા હતા.બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપથી ચાલી રહી છે ખાસ કરીને જમીન સંપાદનની ચાલતી કામગીરીમાં વડોદરા શહેરની અનેક સોસાયટીઓને જમીન સંપાદનના બદલામાં નાણા ચૂકવવામાં આવ્યા છે.જ્યારે હજી કેટલાક વિસ્તારના રહીશોને નવા ચૂકવવાના બાકી છે.દરમિયાનમાં પંડ્યા બ્રિજ પાસે આવેલી સો વર્ષ જૂની નાણાવટી ચાલ પણ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સંપાદન કરવાની થાય છે.

નાણાવટી ચાલ રહીશોને યોગ્ય વળતર મળે તે માટે અને તાજેતરમાં તેઓને નોટિસ આપી છે.જેને ધ્યાનમાં રાખી કેટલાક લોકોએ મકાન ખાલી પણ કરી દીધા હતા.તે મુદ્દે સ્થાનિક રહીશોએ દેખાવ કરી માંગણી કરી હતી કે સો વર્ષ જૂની નાણાવટી ચાલની જમીન સંપાદન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહી છે.તેમાં કોઈ વિરોધ નથી.પરંતુ હાઈ સ્પીડ – રેલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તમામ રહીશોને યોગ્ય વળતર આપે અને તેઓ સાથે જે એમઓયુ કરવાનો છે તે માટે અધિકારીઓ અને રહીશો નો એક સંયુક્ત કેમ્પ રાખવામાં આવે જેનાથી રહીશોને સરળતા રહેશે.નાણાવટી ચાલ ના રહીશોની માંગણી હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવી હતી.ત્યારબાદ જમીન સંપાદન માટે જરૂરી કાર્યવાહી અને પૂરતું વળતર સ્થાનિક રહીશોને ચૂકવવામાં આવ્યું છે.

જેમાં 91 વ્યક્તિમાંથી 71 વ્યક્તિને વળતર ચુકવી દેવામાં આવી છે.નાણાવટી ચાલના મોટાભાગના રહીશોને પુરતું વળતર મળતાં તેઓએ સ્વેચ્છાએ પોતાની મિલકત બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપી છે.ત્યારે શુક્રવારે હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાવટી ચાલની મિલકતો તોડવાની કાર્યવાહી હાથ ધરી છે.અને ત્યારબાદ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ કરશે તેવી માહિતી સાંપડી હતી.

Most Popular

To Top