Madhya Gujarat

સાવલીમાં ભગવાન જગન્નાથ યાત્રા મંદિર પરિસરમાં ફેરવીને પૂર્ણ કરાઇ

સાવલી: સાવલી ખાતે જાવલાં રોડ પર આવેલ શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે અષાઢી બીજ રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં ધારાસભ્ય કેતન ઇનામદાર ના હસ્તે પૂજા અર્ચના કરીને કોરોના ગાઇડલાઇન મુજબ મંદિર પરિસરમાં જ પ્રદક્ષિણા કરીને પૂર્ણ કરવામાં આવી હતી અષાઢી બીજ હાય ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગર ની દિનચર્યા એની કરતા હોય છે અને ભાવી ભક્તોને દર્શનનો લાભ આપતા હોય છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના ની ઝપેટમાં સમગ્ર દેશ હોય લોક સલામતી તેમજ જાહેર હિત અને આરોગ્યની સલામતી અર્થે ભગવાનની રથયાત્રા ગત વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી જ્યારે ચાલુ સાલે કોરોના ની લહેર ગીરી પડવાના કારણે રાજ્ય સરકારે કોરોના ગાઇડ લાઇન નું ચુસ્તપણે પાલન કરીને રથયાત્રા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી જેના ભાગરૂપે સાવલી ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે ભારે ઉલ્લાસભેર અને ભક્તિ ભર્યા વાતાવરણમાં ભગવાન જગન્નાથ જી ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી ને ભારે ભક્તિભાવથી વિવિધ વાઘા પહેરાવીને પૂજા અર્ચના કરીને ધારાસભ્યના હસ્તે પાલખીમાં બેસાડવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથજીને સ્ટેજ પર આરૂઢ કરી એક જ સ્થાનેથી દર્શન કરાવાયા

હાલોલ: અષાઢી બીજના પાવન પર્વે હાલોલ નગરના રાજમાર્ગો પર ધાર્મિક વાતાવરણ વચ્ચે  નિકળતી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા સતત બીજા વર્ષે કોરોના હાલની પરિસ્થિતિને લઈ સંક્રમણનો વ્યાપ ને ધ્યાન માં રાખી  નગરના રાજમાર્ગો પર ન ફેરવવાનો  નિર્ણય કરી  રથયાત્રાના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં શ્રધ્ધાળુ ભક્તો ભગવાન જગન્નાથની  દર્શનથી વંચિત ન રહે તે માટે ભગવાન જગન્નાથજીને  સ્ટેજ પર સ્થાન આપી આરૂઢ કરી એક જ સ્થાનેથી દર્શન કરાવવાનો નિર્ણય લેવાયો હતો  જેમાં નગરની બહાર ગોધરા બાયપાસ રોડ  પર આવેલ અક્ષર પાર્ટી પ્લોટ ખાતે ભગવાન જગન્નાથજી ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રા શણગારેલા  સ્ટેજ પર સ્થાન આપી  આરૂઢ કરાયા હતા જ્યાં સંતઓ સહિત મહાનુભવોએ અને  ભાવિક ભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શનનો લ્હાવો લીધો હતો

      અષાઢી બીજના પાવન દિવસે  હાલોલ નગરમાં ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે આન બાન અને શાનથી નીકળતી ભગવાન જગન્નાથની 35મી રથયાત્રા નગરના રાજમાર્ગો ખાતે ન કાઢવાનો નિર્ણય રથયાત્રા સંચાલકો દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં હાલમાં ચાલતી કોરોનાની પરિસ્થિતિને લઈ  કોરોના સંક્રમણના વ્યાપને રોકવા માટે અને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની ગાઈડ લાઈનનો ભંગ ન થાય તે  માટે આ નિર્ણય સંચાલકો દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ગત વર્ષે 34મી રથયાત્રા પણ લોકડાઉનને લઈ મોકૂફ રાખી કંજરી રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીને એક જ સ્થાને બિરાજમાન કરાવી દર્શન આપવામાં આવ્યા હતા જ્યારે આ વખતે 35 રથયાત્રા નિમિતે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લામાં પ્રથમ વખત બે કલાકના સમયમાં નિજ મંદિરે પરત ફરી રથયાત્રા

દાહોદ : અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની દાહોદ નગર સહિત જિલ્લામાં ચાર સ્થળે દાહોદ, લીમખેડા, ઝાલોદ અને લીમડી નગરમાં રથયાત્રા નીકળી હતી. નગરચર્યાને લઇને પોલીસ દ્વારા સઘન બંદોસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ શહેરમાં રથયાત્રા હનુમાન બજાર રણછોડરાય મંદિરેથી રથયાત્રા નીકળી હતી. પદવિહિન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર  મંત્રી બચુભાઈ ખાબડ જીલ્લા પંચાયત ના પ્રમુખ સીતલ બેન વાઘેલા અને નગરપાલિકા પ્રમુખ રીના બેન પંચાલ  દ્વારા કરવામાં આવી હતી.

આ રથયાત્રામાં પાલિકાના સભ્યો, કાર્યકરો સહિત કોરોના ગાઈડલાઈનના અનુસાર ગણપાત્ર લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ રથયાત્રા વહેલી સવારે સાડા નવ વાગ્યાના સમયે હનુમાન બજાર સ્થિત આવેલ રણછોડરાય મંદિરેથી નીકળી શહેરના બહાર પુરા, પડાવ, નેતાજી બજાર, દોલતંગજ બજાર, સોનીવાડ રાધાકૃષ્ણ મંદિરે ભગવાને પોતાના મામાના ઘરે વિસામો કર્યાે હતો તે મંદિરની મામેરું તથા ભગવાનની આરતી અને પુજા વિધી કરી ભગવાન શ્રી જગન્નાથજી  બેન સુભદ્રા સાથે રથમાં બેસી નગર ની યાત્રા એ નીકળ્યા હતા આર.પી.અગ્રવાલ સ્કુલ થઈ એમપીએમસી  ત્રણ નંબરના ગેટ સામેથી ગોવિંદનગર કોર્ટ રોડ, બજાર થઈ નેતાજી બજાર થઈ હનુમાન બજારના નીજ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું.ભક્તો ને દર્શન કરવા માટે નિજ મંદિરે ભગવાન ને રથ મા ખુલ્લા રાખવામાં આવ્યા હતા

Most Popular

To Top