ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3થી 4 બાળક બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર જીવના જોખમે મસ્તી કરી રહ્યાં હતાં. સ્ટ્રીટ લાઇટનો પણ અહીં અભાવ છે. ગતરોજ રાત્રે અંકલેશ્વર સુરવાડી બ્રિજ પર 3થી 4 બાળક પોતાની મસતીમાં જોવા મળ્યા હતા. અગાઉ થોડા દિવસ પહેલાં જ આઠ મહિનાના બાળકનું અકસ્માતના પગલે મોત નીપજ્યું હતું. બાળકો પોતાની મસ્તીમાં હોય અને ઉપરથી સ્ટ્રીટ લાઇન ન હોવાને કારણે વિસ્તામાં અંધારપટ છવાયેલો રહે છે, તેવામાં આવી રીતે નાનાં બાળકો પોતાના જીવના જોખમે મસ્તી કરતાં દેખાયાં હતાં. આથી તંત્રએ વહેલી તકે બ્રિજનું કામ પૂરું કરી સ્ટ્રીટ લાઇટો લગાવવી જોઈએ.