National

યુપી સરકાર લાગુ કરવા જઈ રહી છે નવી નીતિ,બે બાળકો હશે તો આવશે આફત

25 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશમાં ( uttar pradesh) વસ્તી સ્થિરતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ( state goverment) નવી વસ્તી નીતિની ઘોષણા કરવા જઇ રહી છે. આ નીતિ 2021-30 સમયગાળા માટે સૂચવવામાં આવી છે. આના માધ્યમથી નવજાત મૃત્યુ દર, માતા મૃત્યુ દરને ( Mortality) વધુ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથ ( cm yogi aadityanath) 11 મી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ( world poppulation day) નિમિત્તે આ નીતિ જારી કરશે.

આ સાથે સુધારેલ આરોગ્ય સુવિધાઓ દ્વારા નપુંસકતા / વંધ્યત્વની સમસ્યાનું સુલભ ઉકેલો પૂરા પાડીને શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, વસ્તી સ્થિરતામાં ઘટાડો કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. 11 થી 19 વર્ષની વય જૂથના કિશોરોના પોષણ, શિક્ષણ અને આરોગ્યના વધુ સારી વ્યવસ્થાપન ઉપરાંત, નવી નીતિમાં વૃદ્ધોની સંભાળ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે સલામત ગર્ભપાતની વ્યવસ્થા પ્રદાન કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નવી વસ્તી નીતિ 2021-30 જાહેર કરશે.

ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા વિધેયક 2021નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જલદી આયોગ તેને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ રાજ્ય સરકારને સોંપી દીશે. આ ડ્રાફ્ટમાં યુપીમાં જનસંખ્યા નિયંત્રણ ( population control) માટે કાયદાકીય ઉપાયોના રસ્તા સૂચવવામાં આવ્યા છે. આ ડ્રાફ્ટ મુજબ 2થી વધુ બાળકો હશે તો સરકારી નોકરીઓમાં અરજીથી લઈને સ્થાનિક ચૂંટણી લડવા પર રોક લગાવવા સુધીના પ્રસ્તાવ છે. વિધિ આયોગે આ ડ્રાફ્ટ સરકારી વેબસાઈટ પર અપલોડ પણ કર્યો છે અને 19 જુલાઈ સુધીમાં જનતાના પ્રતિભાવ માંગ્યા છે. આ ડ્રાફ્ટ એવા સમયમાં રજુ કરાયો છે કે જ્યારે 11 જુલાઈના રોજ યોગી સરકાર નવી જનસંખ્યા નીતિ બહાર પાડવા જઈ રહી છે. આયોગના જણાવ્યાં મુજબ આ ડ્રાફ્ટને તૈયાર કરવા માટે કોઈ સરકારી આદેશ નથી. આયોગે સ્વપ્રેરણાથી આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 

2થી વધુ બાળકો થાય તો શું?
આવામાં જો આ એક્ટ લાગૂ થયો તો બેથી વધુ બાળકો પેદા થવા પર સરકારી નોકરીઓમાં અરજી અને પ્રમોશનની તક મળશે નહીં. 77 સરકારી યોજનાઓ તથા ગ્રાન્ટથી વંછિત રાખવાની પણ જોગવાઈ છે.બે બાળકોવાળા દંપત્તિ જો સરકારી નોકરીમાં ન હોય તો તેમને પાણી, વીજળી, હાઉસ ટેક્સ, હોમ લોનમાં છૂટ તથા અન્ય સુવિધાઓ આપવાનો પણ પ્રસ્તાવ છે. જ્યારે એક સંતાન હોય અને નસબંધી કરાવનારા લોકોને સંતાનના 20 વર્ષ સુધી મફત સારવાર, શિક્ષણ, વીમા શિક્ષણ સંસ્થા અને સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવાની ભલામણ છે. 

Most Popular

To Top