Vadodara

વેપારીના 19.35 લાખ ખંખેરી લેનાર 5 નાઈજીરીયન ઝડપાયા

વડોદરા: ગોલ્ડ-ડાયમંડ મોંઘીદાટ દવાઓના વેચાણ કરવા આખી બનાવટી કંપની ઓનલાઈન ઉભી કરીને વિવિધ તરકીબો દ્વારા લાખો કરોડો રૂિપયાની છેતરપિંડી કરતી નાઈજીરીયન ગેંગની ઠગ ટોળકીના પાંચ ઈસમોની સાયબર ક્રાઈમે ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ત્રણ આરોપીઓને સાયબર ક્રાઈમે કોર્ટમાં રજૂ કરીને પાંચ િદવસના િરમાન્ડ મેળવ્યા હતા. લક્ષ્મીપુરા ગોત્રી રોડ સ્થિત ક્રિષ્ના રેસડેન્સીમાં રહેતા રાજેશ જયંતિલાલ પટેલ સુભાનપુરાના આનંદવન કોમ્પલેકસમાં એએસજીએમઈ એકસપોર્ટ નામે વિવિધ દેશમાં સ્ક્રેપનો ઈમ્પોર્ટ એકસપોર્ટનો વેપાર કરે છે. સાથે સાથે યુએસ.જેનેરીક નામે મેડીકલ દવાઓના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.

નવેમ્બર માસમાં વોટસએપ દ્વારા સુલેમાન માર્ટીન અશટે લિમિટેડ યુરોપ નામે મેસેજ આવ્યો હતો.તેમાં સીપીયુ પ્રોસેસરના સ્ક્રેપની ઈન્કવાયરી બાદ ભાવતાલ નક્કી કરીને 300 કિલો સીપીયુનો ઓર્ડર આપીને દસ હજાર એડવાન્સ નાણા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.

ઠગ ટોળકીએ બીજા જ દિવસે મેલ દ્વારા ઓછામાં ઓછો એક ટન સ્ક્રેપ ખરીદશો તો જ ડીલીવરી કરીશુંનું દબાણ કર્યું હતું. તેના પચાસ ટકા નાણા પણ ઠગ ટોળકીના જણાવેલ ખાતામાં તબદીલ કર્યા હતા. લલચામી જાળ પાથરતી ટોળકી રાજેશભાઈ તથા તેના મિત્રને િદલ્હી બોલાવીને ઈન્સ્યોન્સના નાણા રોકડમાં ચૂકવવા બાંહેધરી આપી હતી. આશરે ચાર માસ સુધી તબક્કાવાર વિવિધ તરકીબ અજમાવીન ભેજાબાજોએ 19.35 લાખ ખંખેરીને વધુ નાણા માંગતા વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી હતી. એસીપી હાર્દિક માંકડીયાના માર્ગદર્શન મુજબ પીઆઈ એન કે વ્યાસ,પીએસઆઈ કેસી. રાઠોડ સાથેી ટીમે ટેકનિકલ સોર્સિસ આધારે તપાસનું પગેરૂ લંબાવતા િદલ્હી નીકળ્યું હતું. આશરે દસ દિવસ સુધી દિલ્હીના વિસ્તારોમાં સઘન કામગીરી બાદ આફ્રિકાના 3 વિદેશી ભેજાબાજોએ ઝબ્બે કર્યા હતા.

આરોપીઓના મોબાઈલમાં ચકાસણી કરતા રાજેશભાઈએ ટ્રાન્સફર કરેલા નાણાંની સંપુર્ણ વિગત જોવા મળી હતી. સાયબર ક્રાઈમે કડકાઈભરી પૂછતાછ કરતા ત્રીપુટીએ વધુ બે સાગરીતોના નામ કબુલ્યા હતા.તેમને પણ ટીમે ઉઠાવ્યા હતા.નાઈજીરીયન ગેંગ પાસેથી 18 મોબાઈલ, બે લેપટોપ,ડુપ્લીકેટ ડોલરનો જથ્થો, કાળા સફેદ કાગળોના બંડલ પણ મળી આવ્યા હતા.

  • ઝડપાયેલા આરોપીઓ
  • બેન્જામિન કોન્કોઉ
    ઉ.વ., 40, સરનામુ :-એચ નં.419, થર્ડ ફલોર, છત્રપુર એકસટેન્શન, જેવીટીએસ ગાર્ડન પાસે, ન્યુ િદલ્હી (મુખ્ય રહે. વેસ્ટ આફ્રિકા)
  • કેપ્ટુ ઈમાટયુરીન મેરી, ઉ.વ.43,કરંટ, રહે. : એચ.નં.419, થર્ડફલોર, છત્રપુર, એકસટેન્શન,જેવીટીએસ પાસે,
  • બાગ,ન્યુદિલ્હી, (મુખ્ય રહે. કેમરૂન)
  • કીટ્ટી જેકસ ડેવાલોઈસ ઉ.વ.38. કરંટ સરનામુ,એચ.નં. 419 થર્ડફલોર,છત્રપુર,એકસટેન્શન જેવીટીએસ પાસે,
  • ગાર્ડન ન્યુિદલ્હી, (મુખ્ય રહે. કેમરૂન)
  • માર્ટીન કોપરે ઉ.વ.-38, પરમેનન્ટ સરનામુ,આરટીઈ ડી એનજીઓયુએસએસઓ,વાયએઓયુએનડીઈ,કેમરૂન,કરંટ,સરનામુ.છત્રપુર,સુમન સીએચઓયુ,ન્યુિદલ્હી.
  • ઈએલ હાદજી મહામાને ટુરે ઉ.વ.45, પરમેનન્ટ સરનામુ હેમડાલાયે,બામાકુ માલી
    (મુખ્ય રહે. વેસ્ટ આફ્રિકા)
  • લોકલ મજબુર નાગરીકને કમિશન આપી બેંકમાં ખાતુ ખોલાવતા હતા

કડકડાટ ફાંકડુ અંગ્રેજી બોલતા નાઈજીરીયનો સ્થાનિક મજબુર પરિવારના સદસ્યને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા.શિકારને ફેક એકાઉન્ટ તથા મેલ દ્વારા પ્રલોભનો આપીને ઓનલાઈન નાણા સ્થાનિકના એકાઉન્ટમાં આવતા જ નાણા ઉપાડવા માટે લોકલ માણસની મદદ લઈને કમિશન આપતા હતા. જેથી પોતાના મોબાઈલ નંબર નામ કે ચહેરા કયારેય ઓળખાય જ નહીં.વર્ષોથી મેટ્રોસીટીમાં રહીને ઠગ ટોળકી માલેતુજારો ઉદ્યોગપતિઓને શિકાર બનાવતી રહી છે.

  • ગઠીયાઓના િવઝા પુરા થઈ ગયા હોવા છતાં વતન જતા નથી

પશ્ચિમ આફ્રિકા અને કેમરૂન દેશમાં બેઠાબેઠા દોરીસંચાર કરતા આકાઓના ઈશારે ટોળકીના સભ્યો મુંબઈ, િદલ્હી,બેંગ્લોર જેવા મેટ્રોસીટીમાં પથરાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. િશકારને ત્યાં સુધી છોડતા ન હતા. જયાં સુધી તે પાયમાલ ના થઈ જાય.આરોપીઓના વિઝા મુદત પુરી થઈ ગઈ હોવા છતાં ટોળકી િબન્દાસ્ત ભારતના વિવિધ પ્રાંતમાં અવરજવર કરીને સેંકડો નિર્દોષોનો લાખો કરોડો રૂિપયા ઓનલાઈન ઠગતી હતી.

  • ભેજાબાજો વેપારીઓને આંજી નાંખવા ડુપ્લિકેટ ડોલરને બ્લેક કલરથી કોેડેડ કરતા હતા

એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી કરતી નાઈજીરીયન ગેંગ ખોટી વિદેશી કંપની ઉભી કરીને 100 ટકા રીફંડેબલ ઈન્સ્યોરન્સના બહાને નાણાં ખંખેરતી હતી. ત્યારબાદ શીપીંગ કંપની દ્વારા ગુમ સામાનનો જંગી ઈન્સ્યોરન્સ ડોલરમાં મળ્યો છે.જે ડોલર ઈમીગ્રેશનમાં પકડાય નહીં તે માટે બ્લેક કલરથી કોડેડ કરીને ડોલરના સેંકડો બંડલો ભોગ બનનારને નજરોનજર બતાવીને વધુ વિશ્વાસ હાંસલ કરતા હતા. ખરેખર ઉપરના ડોલર બનાવટી જ હોય તેના નીચે બંડલમાં તદ્ન કોરા કાગળ જ મુકતા હોય છે. ટોળકીએ શ્રીલંકાના વેપારી પાસેથી 2.50 કરોડ ઉપરાંત જૂનાગઢના અને બેંગ્લોરમાં પણ શિકાર બનાવ્યા છે.

  • ઈન્ટરનેટની વિવિધ સાઈડ ઉપર અજાણ્યા નંબરો દ્વારા સંપર્ક કે ટ્રેડિંગ ના કરવું : સાયબર ક્રાઈમ

આફ્રિકાખંડના અનેક દેશમાંથી ભારતભરમાં ઉતરી પડેલ ટોળકીઓએ ઓનલાઈન ખરીદીની લોભામણી આકર્ષક સ્કીમો રજૂ કરીને દેશભરમાં હાહાકર મચાવીમૂકયો છે. સાયબર ક્રાઈમના અિધકારીઓ ખાસ ચેતવણરૂપ અપીલ કરીને નાગરીકોને જણાવે છે કે, ઓનલાઈનટ્રેડિંગ બને ત્યાં સુધી ના કરો. ઈન્સ્ટાગ્રામ,ફેસબુક,વોટસએપના માધ્યમથી અજાણ્યા નંબર દ્વારા ઠગ ટોળકી િશકારને પ્રથમ તબક્કામાં લલચાવ્યા બાદ એટલી પ્રલોભન આપે છે કે, નાણા પરત લેવાના બદલે વધુને વધુ નાણા ચૂકવતો જ રહે છે તેથી અજાણ્યા નંબરો દ્વારા કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટ્રેડીંગ કે ટ્રાન્જેકશન કરવું જ નહીં.

Most Popular

To Top