National

રાજરમત: મોદી મંત્રીમંડળનાં વિસ્તરણ પહેલાં પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદનું રાજીનામું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( pm narendra modi) મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 43 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( president ramnath kovind) આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. દરમ્યાન મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં કેટલાય દિગ્ગજ નેતાઓએ રાજીનામા ધરી દીધાં છે. પ્રધાનમંડળના મોટા ચહેરાઓ, પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે પણ રાજીનામું આપી દીધું છે. રવિશંકર પ્રસાદ પાસે માહિતી અને પ્રસારણ મંત્રાલય હતું, ટ્વિટર સાથેના ઝઘડાને કારણે તેમના નામની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બિષ્ણુપુરના ભાજપના સાંસદ સૌમિત્રા ખાને પશ્ચિમ બંગાળના ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયોએ ( babul supriyo) રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત જળશક્તિ મંત્રાલય તથા સોશિયલ જસ્ટિસ મંત્રાલયમાં રાજ્યમંત્રી રતનલાલ કટારિયા સહિત અત્યાર સુધીમાં ઘણા દિગ્ગજ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. વધુ એક આંચકાજનક સમચાાર એ છે કે સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે. કેબિનેટ વિસ્તરણ પહેલા ઘણા મંત્રીઓના રાજીનામા પડ્યા છે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, મહિલા બાળ વિકાસના મંત્રી દેબોશ્રી ચૌધરી, રસાયણમંત્રી સદાનંદ ગૌડા અને શ્રમ રાજ્યમંત્રી સંતોષ ગંગવારે, શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતનલાલ કટારિયાએ પણ રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ સ્વાસ્થય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે મંગળવારે જ રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે થાવરચંદને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

માનવામાં આવે છે કે ફેરફાર પછી આ મોદીની સૌથી યુવા અને ટેલન્ટેડ ટીમ બનશે. હકીકતમાં મોદીનું ફોકસ યુવા ટીમ સાથે કોરોના મહામારી અને એને લીધે ખરાબ થયેલી અર્થવ્યવસ્થાનું મેનેજમેન્ટ સુધારવા પર છે. જોકે આગામી વર્ષે 5 રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે, જોકે એમાં પણ ટેલન્ટને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં 24 નામ ફાઈનલ કરી લેવામાં આવ્યાં છે.

ટીમ મોદીના સંભવિત નેતાઓના નામ

1. જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્ય પ્રદેશ (ભાજપ)
2. સર્બાનંદ સોનોવાલ, અસમ (ભાજપ)
3. પશુપતિ નાથ પારસ, બિહાર (એલજેપી)
4. નારાયણ રાણે (ભાજપ)
5. ભૂપેન્દ્ર યાદવ 
6. અનુપ્રિયા પટેલ (અપના દળ)
7. કપિલ પાટીલ
8. મીનાક્ષી લેખી (ભાજપ)
9. રાહુલ કસાવા
10 અશ્વિની વૈષ્ણવ
11. શાંતનુ ઠાકુર
12. વિનોદ સોનકર
13. પંકજ ચૌધરી
14. આર સીપી સિંહ (જેડીયુ)
15. દિલેશ્વર કામત (જેડીયુ)
16. ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયુ)
17. રામનાથ ઠાકુર (જેડીયુ)
18. રાજકુમાર રંજન
19. બી એલ વર્મા
20. અજય મિશ્રા
21. હિના ગાવિત
22. શોભા કરંદલાજે
23. અજય ભટ્ટ
24. પ્રીતમ મુંડે

Most Popular

To Top