બૉલીવુડના ( bollywood) દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar) નું આજે નિધન થયું છે. દિલીપકુમારે બુધવારે 98 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા. દિલિપકુમારે આજે સવારે 7.30 વાગે મુંબઈના ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. હોસ્પિટલના ડો.પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલિપકુમારના નિધનની પુષ્ટિ કરી છે. લાંબા સમયથી તેઓ બીમાર હતા. મુંબઈમાં અનેકવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિલિપકુમારના નિધનથી બોલીવુડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
દિલીપકુમારના અંતિમ સંસ્કાર આજે મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં કરાશે. દિલીપકુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ એક દિવસ પહેલા જણાવ્યું હુતં કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને આજે તેમના નિધનના સમાચારે બધાને આઘાતમાં મૂકી દીધા.
ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાકસ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.