સુરત: (Surat) શહેરમાં મચ્છરોની (Mosquitoes) ઉત્પત્તિ વધી જ રહી છે. જેથી મનપા દ્વારા દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રવિવારે શહેરની બાંધકામ સાઈટો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. કુલ 418 સાઈટ પર ચેકીંગ કરાતા 57 સાઈટ પર બ્રિડીંગ મળતા નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂા. 1.31 લાખનો દંડ ફટકરવામાં આવ્યો હતો.
રવિવારે મનપાના વીબીડીસી વિભાગના કર્મચારીઓએ સમગ્ર સુરત શહેરમાં આવેલી તમામ બાંધકામ સાઇટ પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 418 બાંઘકામ સાઇટ ચેક કરતા 2998 સ્પોટ સર્વે કરી કુલ 68 બ્રિડીંગનો નાશ કરાયો હતો. અને 57 બાંઘકામ સાઇટના જવાબદાર નોડલ ઓફિસરને નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. અને કુલ રૂા. 1.31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કઈ કઈ સાઈટ પર ચેકીંગ કરાયું
લિંબાયત ઝોનમાં 65 બાંધકામ સાઈટ ચેક કરતા 8 બાંઘકામ સાઇટને નોટીસ આપવામાં આવી હતી. જેમાં શીવ એન્ટરપ્રાઈઝ, આરડીબી બાધકામ, રોશનીનગર, જયજલારામનગર , શિવપાર્ક, રોયલ પેલેસ, ભુવનેશ્વરી સોસા ,શિવસાઈશકિતનગર , હનુમાન મોહલ્લો, સેન્ટ્રલ ઝોનમાં રામપુરા પોલીસ લાઈન, નુરી મોહલ્લો, ધોભી શેરી, બોધાની ચાલ, રામપુરા મેઈન રોડ, પીઠાવાલા ની ગલી રાણીતળાવ, ડબગરવાડ રંગરેઝ ગલી, સોંય શેરી , જદાખાડી, ઉધના ઝોનમાં દાગીનાનગર, કૈલાશનગર, શીવનગર, આર્વિભાવસોસા , સાંઈબાબાનગર, હલીમા હાઈટસ, પ્રીયંકાગ્રીન પાર્ક, આશીષનગર, હીરાનગર, તુલસીધામ , ગાયત્રીનગર પર ચેકિંગ કરાયુ હતું.
કતારગામ ઝોનમાં ઈન્દ્ર.બંબાવાડી , કેપિટલ હાઈટસ, ક્રિષ્ણા રો હાઉસ,સિધ્ધી વિનાયક રેસી. રાંદેર ઝોનમાં ટાઇમ ગેલેક્ષી, મેઘ મયુર બાંધકામ, ગાર્ડન સોસાયટી બાંધકામ, અલ્ટીમો બાંધકામ, અભિનવ બિલ્ડીંગ બાંધકામ, સીમાનગર બાંધકામ, સ્નેહ સ્મૃતિ સોસાયટી બાંધકામ, અઠવા ઝોનમાં સરકીટ હાઉસ, વસંધરા સોસા. નું બાંધકામ, ચાઈના ટગેટ –૧ નું બાંધકામ, ગાંધીનગર ઈન્ડ. બાલાજી ઈન્ડ. વરાછા-એ ઝોનમાં ધરમ નગર પાલર્વીસિમેથીક,, શિવાંજલી રો-હાઉસ, બોરડા ફાર્મ અને વરાછા-બી ઝોનમાં ગોવિંદજી બાંધકામને નોટિસ આપવામાં આવી હતી. આમ તમામ ઝોનમાંથી કુલ 418 બાંઘકામ સાઇટો ચેક કરતા 2997 સ્પોટ સર્વે કરી કુલ 68 બ્રિડીંગનો નાશ કરાવવામાં આવેલ છે. તથા 1.31 લાખનો દંડ ફટકારાયો હતો.