SURAT

સુરત : પીએમ મોદી વિરુદ્ધ ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ કરતાં યુવકની ધરપકડ

surat : શહેરના કતારગામ ખાતે રહેતા રત્નકલાકારની વડાપ્રધાન ( prime minister) વિરૂદ્ધ ફેસબુક ઉપર પોસ્ટ ( facebook post) મૂકવા બદલ આજરોજ સાયબર ક્રાઈમ ( cyber crime) પોલીસે ધરપકડ કરી હતી.વિગતો મુજબ એ.કે.પટેલ નામના ફેસબુક એકાઉન્ટ ધારકે તેની વોલ ઉપર ગત 7 માર્ચ, 19 માર્ચ અને 23 માર્ચના રોજ ત્રણ જુદીજુદી પોસ્ટ મૂકી હતી.

7 માર્ચની પોસ્ટમાં તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પદ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો ફોટો આપત્તિજનક લખાણ સાથે પોસ્ટ કર્યો હતો. જયારે 19 માઁ માર્ચની પોસ્ટમાં નરેન્દ્રભાઈ મોદીના ( narendra modi) અગાઉના ફોટાનો ઉલ્લેખ કરી ભાજપ અંગે આપત્તિજનક લખાણ લખ્યું હતું. ત્યાર બાદ 21 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહનો ( amit shah) ફોટો સાથે રાખી મુકાયેલી પોસ્ટમાં પણ આપત્તિજનક લખાણ લખ્યું હતું.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા વડાપ્રધાન વિરૂદ્ધ ટીપ્પણી કરનાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ હતી. A K Patel નામના ફેસબુક આઈડી પરથી વડા પ્રધાન માટે પદ પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનાવી તે ફોટો પોસ્ટ કર્યા હતા. તેમજ ભાજપ વિરૂદ્ધમાં ગાળનો ઉપયોગ કરી પોસ્ટ કરી હતી. આ બાબતે સરકાર તરફે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. તપાસ દરમિયાન અરવિંદ ઉર્ફે એ.કે.પટેલ કાનજીભાઇ વઘાસિયા (ઉ.વ.32 રહે. મકાન નં.29, ત્રીજા માળે, ઉદય સોસાયટી વિભાગ -2, કતારગામ) ની ધરપકડ કરી હતી. આરોપી કતારગામમાં મિત્રો સાથે રહે છે. તેના માતા અને ભાઈ કામરેજમાં રહે છે. તે હીરામાં મજૂરી કામ કરે છે. આરોપી દિવસના પાંચથી છ કલાક સોશિયલ મીડિયામાં વિતાવતો હતો. ફેસબુક પર તેના 5 હજારથી વધારે ફ્રેન્ડ્સ છે. બીજી 1 હજાર રિકવેસ્ટ પેન્ડિંગ છે. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top