National

વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો 12 વર્ષનો અભિમન્યુ, પોતાની ઉંમરથી દોઢગણો જૂનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી : અમેરિકન છોકરો અભિમન્યુ મિશ્રા (Abhimanyu mishra) જે ભારતનો છે, ચેસ ઇતિહાસ (Chess history)માં સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર (Youngest grand master) બન્યો છે. આ કિસ્સામાં, તેણે 19 વર્ષ પહેલાં રશિયાના ગ્રાન્ડમાસ્ટર સર્જી કર્જાકીન (Karjakin)ના નામે રાખેલ રેકોર્ડ તોડ્યો (Record break) છે. 

ન્યુ જર્સીમાં રહેતા અભિમન્યુ મિશ્રા 12 વર્ષ 4 મહિના અને 25 દિવસની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. જ્યારે આ પહેલા ઓગસ્ટ 2002 માં કર્જાકીન સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો, ત્યારે તે 12 વર્ષ અને 7 મહિનાનો હતો. એટલે કે, વયના 3 મહિનાના અંતર સાથે, અભિમન્યુએ રશિયન ગ્રાન્ડમાસ્ટરનો વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો છે. અભિમન્યુએ બુધવારે બુડાપેસ્ટમાં ભારતના ગ્રાન્ડમાસ્ટર લિયોનને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. કાળા પીસ સાથે રમીને, તેણે લિયોનને હરાવ્યો અને 2600 રેટિંગ પોઇન્ટ મેળવ્યા. 

નવેમ્બર 2019 ની શરૂઆતમાં, અભિમન્યુ (10 વર્ષ, 9 મહિના, 3 દિવસ) વિશ્વના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યો હતો. પરંતુ ત્યાંથીજ અટકી નહિ જઈ તેણે હજી પોતાની રમત રુચિને વાચા આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેણે આર પ્રજ્ઞાનંદા(10 વર્ષ, 9 મહિના, 20 દિવસ) નો ભારતનો રેકોર્ડ તોડ્યો હતો. કોવિડ -19 રોગચાળાને કારણે, અભિમન્યુ છેલ્લા ઘણા મહિનાઓથી ઓવર-ધ બોર્ડમાં કોઈ ઇવેન્ટ રમ્યો ન હતો. પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં પાછી ફરવા સાથે, અભિમન્યુએ થોડી ટૂર્નામેન્ટોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને આ વર્ષે માર્ચમાં તેની ઇએલઓ રેટિંગ 2400ને વટાવી ગઈ હતી.

અભિમન્યુએ કહ્યું કે “લ્યોન સામેની મેચ અઘરી હતી, પરંતુ તેના તરફથી એક ભૂલ અને મેં આ સીમાચિહ્ન પાર કર્યો. હું આ પરાક્રમ પ્રાપ્ત કરીને રાહત અનુભવી રહ્યો છું અને ખુશ છું. કોવિડ -19 રોગચાળાને કારણે હું છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ પણ ઓવર-ધ-બોર્ડમાં રમ્યો ન હતો. પરંતુ પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં થવા લાગી છે માટે જ મેં થોડી ટૂર્નામેન્ટોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને આ વર્ષે માર્ચમાં હું મારી રેટિંગ 2400ને વટાવી ગયો, તેના પિતા હેમંત ન્યુ જર્સીમાં સોફ્ટવેર એન્જિનિયર છે, તેમણે કર્જાકીનનો રેકોર્ડ તોડવા યુરોપ જઈ અને ટુર્નામેન્ટ રમવાનું પગલું ઉઠાવ્યું હતું.

અભિમન્યુના પિતા હેમંત કહે છે કે “અમે જાણતા હતા કે યુરોપમાં ટુર્નામેન્ટમાં અમારા માટે એક મોટી તક છે. અમારી પાસે વન-વે ટિકિટ હતી અને વન-ટૂ-વન ટૂર્નામેન્ટ રમવા માટે એપ્રિલના પહેલા અઠવાડિયામાં બુડાપેસ્ટ પહોંચ્યા. તે એક સ્વપ્ન હતું કે મેં, મારી પત્ની સ્વાતિ અને અભિમન્યુએ સાર્થક કર્યું અને લાગણી વર્ણવવા માટે હવે મારી પાસે કોઈ શબ્દો નથી.

Most Popular

To Top