Vadodara

કમાટીબાગ ખાતે મોર્નિંગવોકરો માટે મૂકવામાં આવેલી સાયકલ ધૂળ ખાઈ રહી છે

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે સાયકલો મૂકવામાં આવી છે. મોર્નિંગ વોકરો સાયકલીગ કરીને પોતાની હેલ્થ સારી રાખી શકે જે ની શરૂઆત વર્ષ 2014 અને 15 માં કરવામાં આવી હતી. હાલ કેટલાક સમયથી જે બાગ-બગીચાઓ બંધ હતા જે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. હજુ ત્ સાયકલ શરૂના કરતા સાયકલો ધૂળ ખાઈ રહી છે. વહેલી તકે તંત્ર શરૂ કરે તેવી મોર્નિંગ વોકરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દેશના તમામ લોકોને શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે ફિટનેસ કા દોસ્ત આધા ઘંટા રોજ નું સૂત્ર આપ્યું હતું જેને લઇને 30 મિનિટ સુધી સાયકલ ચલાવો અને સ્વસ્થ રહો.જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે મોર્નિંગ વોક કરવા માટે વર્ષ 2014 અને 2015ના 50 જેટલી સાયકલો મૂકવામાં આવી હતી.જેથી મોર્નિંગ વોકરો સાયકલ ચલાવી શકે અને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે એ હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં  બાગ-બગીચાઓ બંધ કરવી દીધા હતા. સાયકલ પણ મોર્નિંગ વોક માટે બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે 27 જૂનથી 97 દિવસ બાદ બાદ બગીચાઓ સરકારના આદેશ મુજબ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ સુધી સાયકલો શરૂ કરવામાં આવી નથી જે સાયકલો સયાજીબાગ ની અંદર ધૂળ ખાઈ રહી છે. તંત્રની બેદરકારી સામે આવી છે.

મોર્નિંગ વોક પર જયેશ નસરે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સાયકલિગ શરુ કરી દેવું જોઈએ જે પ્રમાણે મોદીજી એ પણ ફીટ ઇન્ડિયા નું સૂત્ર આપ્યું છે. મોર્નિંગ વોકર માં આવતા ધોરણ 8 થી 12 ના છોકરાઓ પણ નિરાશ થઈને પાછા જાય છે.  વહેલી તકે તંત્ર દ્વારા સાયકલીગ ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

જ્યારે પાર્કસ એન્ડ ગાર્ડન ડાયરેક્ટર મગેશ જ્યેસ્વાલ એ જણાવ્યું હતું કે વર્ષ 2014 અને 15ના 50 સાયકલો મૂકવામાં આવ્યું છે. જે મોર્નિંગ વોકરો ની સ્વસ્થ સારુ રહે એ ઉદ્દેશ થી. સવારે 8:30 થી 10:30 સુધી  સાઇકલનો ઉપયોગ કરી શકશે. અને કોરોના મહામારી માં લોકડાઉન ના કારણે જે પ્રમાણે બાગ-બગીચાઓ બંધ હતા તેને લઈને સાયકલીગ પણ બંધ કરવામાં આવી છે. જલ્દી માં જલ્દી ચાલુ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર  પટેલે જણાવ્યું હતું કે સાયક્લો ની સ્થિતિ જોવામાં આવશે ત્યારબાદ  વહેલી તકે મોર્નિંગ વોકરો માટે સાયકલિંગ શરૂ કરી દેવામાં આવશે.

Most Popular

To Top