Gujarat Main

હવેથી અમુલ દૂધના આટલા વધારે પૈસા ચૂકવવા પડશે

તાજેતર થોડા દિવસો અગાઉ સુમુલ ડેરી (Sumul Dairy) એ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે અમૂલે (Amul) પણ દૂધના ( milk) ભાવમાં વધારા કર્યો છે. અમૂલે ડેરી (Amul Dairy) એ પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતીકાલથી લાગૂ પડશે.

જેથી હવે આવતીકાલે જ્યારે તમે દૂધ (Milk) ની થેલી લેવા જાવ અને દુકાનદાર એક રૂપિયો વધુ માંગે તો એમાં નવાઇ નહી. આવતીકાલથી 500 મીલીની દૂધની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. આ ભાવ વધારો તમામ બ્રાંડના દૂધમાં થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અમુલ ગોલ્ડ (Amul Gold) 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. આ પ્રમાણે તેજ રીતે અમૂલ તાજા ( amul tazaa) , શક્તિ (amul shakti) , ટી સ્પેશિય ( tea special) સહિતની તમામ બ્રાંડના દૂધ તમામાં લિટરે બે રૂપિયાનો વાધારો કરાયો છે.

લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ ( cow milk) હવે 48 રૂપિયા લિટર મળશે. પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.સુમુલ ડેરીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી તરફથી 20મી જૂનથી બે રૂપિયાનો વધારો કરાયો છે. 18 મહિના પછી આ ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાનું મુખ્ય કારણ ડિઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.

સુમુલ ડેરીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી તરફથી 20મી જૂનથી બે રૂપિયાનો વધારો કરાયો છે. 18 મહિના પછી આ ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાનું મુખ્ય કારણ ડિઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.

Most Popular

To Top