Vadodara

MSUના ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી લાંછનપુરાની મહી નદીમાં તણાયો

સાવલી: સાવલીના લાંછનપુરાની મહીસાગર નદીમાં 20 વર્ષીય આશાસ્પદ યુવક  તણાઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મહીસાગર નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો છે જાણવા મળ્યા પ્રમાણે રવિવારની રજામાં  11 મિત્રો બાઇક લઇને વડોદરા થી ન્હાવા માટે લાંછનપુરા મહીસાગર નદીમાં આવ્યા હતા દિવસભર ભારે બફારો હોય અને ગરમીના કારણે યુવકો નદીના વહેતા પાણીમાં નવા પડ્યા હતા જોતજોતામાં ભૂલતા મહંમદ સાદિક નામનો યુવક નદીમાં તણાવા લાગ્યો હતો યુવકના બનાવના પગલે બૂમાબૂમ થતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા.

જોકે પાણીના વહેણ અને અંધારાના પગલે યુવક પાણીમાં ગુમ થઈ ગયો અને સાથે આવેલા મિત્રોમાં ભારે આક્રંદનો માહોલ છવાઇ ગયો હતો વિદ્યાર્થીનું નામ મોહમ્મદ સાદીક મોદન ઉ,વ,20 વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ગવરમેન્ટ ફિઝિયોથેરાપીમાં  અભ્યાસ કરતો અને ધંધુકાનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે મહીસાગર નદીના કાંઠા પર સાવલી પોલીસ દ્વારા સાવચેતીનું બોર્ડ મૂકેલું છે. છતાંય યુવકો ભૂલ કરે છે અને જીવ ગુમાવે છે.

રાત્રીનો સમય હોવાથી સવારે શોધખોળ ધરાશે રાત્રીનો સમય હોવાથી સવારે શોધખોળ ધરવામાં આવનાર છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ એક યુવક મહી નદીમાં ડૂબી ગયો હતો તેવામાં ફરી એકવાર યુવકો માટે કાળ મુખી સાબિત થઈ છે સુધી 150થી વધુ યુવકો ડૂબીને જીવ ગુમાવ્યો છે.

Most Popular

To Top