SURAT

RBI ની નવી ગાઈડલાઇનના પગલે કઈ બેંકોના જનરલ મેનેજરોને ડી ગ્રેડ કરાશે ?

સુરત: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ( RBI) શહેરી વિસ્તારમાં આવેલી સહકારી બેંકોના મેનેજિંગ ડિરેક્ટર અને ફુલ ટાઇમ ડિરેક્ટરના પદ માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે. નવા સુધારા પ્રમાણે સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર ઓલ ટાઇમ ડિરેક્ટર હશે તો તેમને આ પદથી દૂર કરાશે. એવીજ રીતે બેંકોમાં અત્યારે જનરલ મેનેજર અને સીઇઓ પદે જે અધિકારીઓ કામ કરે છે તે પોસ્ટને હવે એમડીની પોસ્ટમા ( MD POST) તબદીલ કરી દેવામાં આવી છે.
નવી શરત પ્રમાણે પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ(એફસીડબલ્યૂ),એમબીએ ફાયનાન્સ અને ગ્રેજ્યુએશન કર્યા પછી સીએઆઇઆઇબીની બેકિંગની પાસ કરનારનેજ એમડીની પોસ્ટ આપવી પડશે. તેને પગલે સુરત અને દક્ષિણ ગુજરાતની 31 જેટલી સહકારી બેંકોના જે જનરલ મેનેજર માત્ર કોમર્સ ગ્રેજ્યુએટની ડીગ્રી ધરાવે છે. જેમને બોર્ડ ઓફ ડાયરેક્ટરે કાકા,મામાના દીકરા તરીકે બેસાડ્યા હતા. તેવા મોટાભાગના જનરલ મેનેજર અને સીઇઓને હવે આ પદેથી ડીગ્રેડ કરાશે. રિઝર્વ બેંકે બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિને નહીં રાખવા જે નિયમ જાહેર કર્યો છે. બેંકિંગ સેક્ટરના જાણકાર ડો. જતીન નાયક કહે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ સામાન્ય ડિરેક્ટર તરીકે રહી શકશે. પરંતુ ઓલ ટાઇમ ડિરેક્ટર નહીં રહી શકશે નહીં. એવીજ રીતે હોદ્દાઓ માટે 35 વર્ષથી ઓછી અને 70 વર્ષથી વધુ વયની વ્યક્તિને હોદ્દેદાર તરીકે રાખી શકાશે નહીં. લાયકાત પ્રમાણેની ડીગ્રી અને બેંકિંગ કામકાજનો મેનેજમેન્ટ લેવલનો 8 વર્ષનો અનુભવ હશે તેને જ એમડીની પોસ્ટ માટે યોગ્ય ગણી શકાશે. 15 વર્ષ કરતા વધુ સમય માટે એમડી માટે ઓલ ટાઇમ ડાયરેક્ટર રહી શકાશે નહીં.

સુરતના સાંસદ દર્શના જરદોષ પંચશીલ બેંકના ડિરેક્ટર તરીકે રહેશે કે જશે?
આરબીઆઇની નવી ગાઇડલાઇન પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિ રહેશે કે જશે. તેને લઇને ઘણી દેર સમજ છે. સુરતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પંચશીલ કો.ઓપરેટિવ બેંકમાં સાંસદ દર્શના જરદોશ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. તે સિવાય અન્ય કોઇ રાજકીય ચૂંટાયેલી વ્યક્તિ ડિરેક્ટર પદે નથી. તે જોતા સાંસદનું ડિરેક્ટર પદ રહેશે કે જશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે

Most Popular

To Top