સુરત: ટેક્સટાઇલ કમિશનર કચેરીના અધિકારીઓ દ્વારા આજે ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce) સાથે આજે A-TUFSના પડતર પ્રશ્નોના મુદ્દે ઓનલાઇન મિટીંગ ( online meeting) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બેંકોના અધિકારીઓ, ટેક્સટાઇલ મશીનરીના આયાતકારો અને ઉદ્યોગકારો જોડાયા હતા. જેમાં ચેમ્બર દ્વારા એમેન્ડેડ ટફને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તે ઉપરાંત આ બેઠકમાં ટેકસટાઇલ ( textile) મશીનરીની જેમ ટેકસટાઇલ એસેસરીઝનું પણ ટેકસટાઇલ મિનિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરવા માટે રજૂઆત કરાઇ હતી. વર્ષ ર૦૧૯થી સ્ટેન્ડ અપ ઇન્ડિયાના ( stand up india) જે કેસો પેન્ડિંગ છે તેના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટેન્ડ અપ ઇન્ડિયાના કેસોના નિકાલ માટે રૂપિયા ૧૧.૯ર કરોડનું જે ફંડ હતું તે પૂરું થઇ ગયું છે. આથી હવે રૂપિયા ૯૩ કરોડના ફંડની માંગણી સાથે એમ્બ્રોઇડરી અને શીફલી મશીન ઉપર વર્ષ ર૦૧૬થી સબસિડી લાગુ કરવા માટે રજૂઆત કરાઇ હતી. વર્ષ ર૦૧૯ પછી સમય મર્યાદાને કારણે A-TUFSના જે કેસો રહી ગયા છે એના માટે વન ટાઇમ કોન્ડોનેશન માટે માંગ કરવામાં આવી હતી. જોઇન્ટ કમિશનર ઓફ ટેકસટાઇલ એસ.પી. વર્મા તથા અન્ય અધિકારીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.
તમામ રજૂઆતો મુદ્દે ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવામાં આવશે તેવી બાંયધરી તેઓના તરફથી આપવામાં આવી હતી. ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતીએ સુરતમાં વોટરજેટ ઉદ્યોગને નડતી CETPની સમસ્યા અંગે આવેલા નિવારણ વિશે ટેકસટાઇલ કમિશનર ઓફિસના અધિકારીઓને માહિતગાર કર્યા હતા. ચેમ્બરે આગામી દિવસોમાં યોજાનારા વીવનીટ એક્ઝિબિશન વિશે માહિતી આપી તેઓને સુરત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. બેઠકમાં ચેમ્બરની ગવર્મેન્ટ સ્કીમ કમિટિના ચેરમેન રાજીવ કપાસિયાવાલા અને ઉદ્યોગકારો હાજર રહ્યા હતા