સની દેઓલનો દિકરો ફિલ્મોમાં આવ્યો પણ એ રીતે આવ્યો કે તેને રિ-લોંચિંગ કરવો પડશે. ધર્મેન્દ્રને પણ એવી ચિંતા છે કે તેની ત્રીજી પેઢી ફિલ્મમાં ગોઠવાશે કે નહીં? આ ચિંતાના કારણે જ શક્ય છે કે હવે બોબી દેઓલના દિકરા આર્યમાનને ફિલ્મોમાં લોન્ચ કરવામાં આવે. આર્યમાન હમણાં 16મી જૂને 20 વર્ષનો થઈ ચુક્યો છે. બોબીએ તેના માટે બર્થડે પાર્ટી રાખેલી તો તેમાં ટ્વિંકલ ખન્ના, ચંકી પાંડે વગેરે પણ શામિલ થયેલા. આર્યમાનને જોઈ ઘણા કહે છે કે તે યુવાન ધર્મેન્દ્ર જેવા દેખાય છે તો કેટલાકને તે ટોમ ક્રુઝ જેવો દેખાય છે. આર્યમાન જોકે ગ્લેમર વર્લ્ડથી દૂર રહે છે પણ સનીનો દિકરો કરણ પણ એ રીતે દૂર જ રહેતો પણ ફિલ્મોમાં આવ્યો હતો.
આર્યમાનને બોબીએ અભિનેતા તરીકે તાલીમ અપાવી નથી. તે એત્યારે પણ ન્યૂયોર્કમાં બિઝનેસ મેનેજમેન્ટ ભણી રહ્યો છે. હમણાં લોકડાઉનના કારણે તે ઈન્ડિયા આવ્યો છે. આર્યમાનને પણ તેના દાદાની જેમ જિમમાં વર્કઆઉટની ટેવ છે. બોબીની ઈચ્છા છે કે આર્યમાન ફિલ્મોમાં આવે અને તેને ખાત્રી છે કે તે ફિલ્મોમાં આવીને જ રહેશે. અત્યારે તેમણે કોઈ ફિલ્મ પ્લાન નથી કરી પણ સની દેઓલ એવી ફિલ્મ પ્લાન કરવા માંગે છે જેમાં આર્યમાન હોય.
એ ફિલ્મનું દિગ્દર્શન પણ તે પોતે જ કરશે. અત્યારે તે વિચારે છે કે કેવા વિષયવાળી ફિલ્મથી આર્યમાનની શરૂઆત કરાવવી. બોબી દેઓલ ઈચ્છે છે કે આર્યમાન રોમેન્ટિક ફિલ્મ માટે પર્ફેક્ટ છે જ્યારે સનીને લાગે છે કે દેઓલ્સની ઓળખ એક્શન વિના એધૂરી છે ધર્મેન્દ્ર પોતે પણ એવું જ માને છે એટલે અત્યારે કરણ પછી આર્યમાન માટે સ્ટોરી પર કામ થઈ રહ્યું છે. આ માટે ધર્મેન્દ્ર-સનીના ફેવરીટ દિગ્દર્શક અનિલ શર્માને પણ કહેવાયું છે. બોબી ઈચ્છે છેકે બાહારના નિર્માતાની ફિલ્મથી શરૂઆત કરવી વધુ સારી છે.
બોબીને જ્યારે નેપોટિઝમ પર બોલવા કહ્યું તો તેણે કહ્યું કે ફિલ્મની કુંટુંબના હોવા માત્રથી કેરિયર બની શકતુ નથી. સ્ટ્રગલ તો બાધાએ કરવી જ પડે છે. બોબીનું કહેવું છે કે આર્યમાન જ નહીં મારો બીજો દિકરો ધરમ પણ યુવાન થઈ ચુક્યો છે ને તે સિક્સ-પેક એબ્સ ધરાવે છે. અમારા કુટુંબમાં સારી બોડીની બધાને ટેવ છે. ધરમ પણ ફિલ્મોમાં આવશે? બોબી કહે છે.‘ધેર ઈઝ નો બિઝનેસ લાઈક શો બિઝનેસ’. થોડી રાહ જુઓ દેઓલ ટ્રેડીશન આમારાથી પુરી થવાની નથી.