surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi) 25 જૂન, 2015ના દિવસે સ્માર્ટ સિટીઝ મિશનની ( smart city mission) યોજના જાહેર કરી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલા કુલ 100 શહેર પૈકી પ્રથમ ચરણનાં પસંદ કરાયેલાં 20 શહેરની યાદીમાં સુરત શહેરની પ્રથમ ક્રમે પસંદગી થઈ છે. જેની વિગતવાર માહિતી જાણવા તથા રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સિદ્ધિ અંગેની વિગતો જાણવા ડીડી ન્યૂઝ ચેનલ દ્વારા ( dd news chennal) ‘‘ઈન-ફોકસ’’ કાર્યક્રમ અંતર્ગત ‘‘સ્માર્ટ સિટીઝ મિશન પ્રોજેક્ટ-ઈટ્સ રિલેવન્સ ઈન સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ’’ શિર્ષક હેઠળ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની ( Banchhanidhi Pani ) , આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય ભારત-સરકારનાં સચિવ દુર્ગાશંકર મિશ્રા અને ઓરિસ્સા પ્રિન્સિપાલ સેક્રેટરી જી.માથી વથાનન સાથે વાર્તાલાપ તથા વિચારગોષ્ઠિ કરવામાં આવી હતી.
બંછાનિધિ પાનીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અને એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સની કામગીરી વિશે માહિતી આપી હતી. જે વિશે વધુ માહિતી આપતાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોવિડ પેન્ડેમિકની પરિસ્થિતિ દરમિયાન પરપ્રાંતિય લોકોના જે પ્રશ્નો ઉપસ્થિત થયા તે પરિસ્થિતિના નિરાકરણ માટે ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં સુરત પ્રથમ ક્રમે છે, જેમાં સચિન ખાતે 393 આવાસ રેન્ટલ સ્કીમ હેઠળ ફાળવવામાં આવ્યાં છે. જેનું સુરત મનપાને અંદાજિત રૂ.18 કરોડનું પ્રિમિયમ મળ્યું છે. જે આગામી સમયમાં 1500થી વધુ મકાનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પહેલાં 20 ટકા લોકો સ્લમમાં રહેતા હતા. જે મંગળવારે ફક્ત 6 ટકા લોકો જ સ્લમ વિસ્તારમાં રહે છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાને પગલે નજીવી કિંમતે મકાનોનો લાભ મળી રહ્યો છે.
તેમ પણ વિગતો મનપા કમિશનરે આપી હતી. સ્માર્ટ સિટી મિશન અંતર્ગતની કામગીરી અંગે માહિતી આપતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અંતર્ગત રૂ.3000 કરોડનો પ્લાન રાખવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં સુરત એક એવું શહેર છે, જે સુએઝના મલીન પાણીને રિસાઇકલ કરી વાર્ષિક અંદાજિત રૂ.140 કરોડની આવક મેળવે છે. જે પાણી ઉદ્યોગો, ખેડૂતો અને ગાર્ડનિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે તથા તાપી નદીના પાણીનું પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આગામી વર્ષોમાં સુએઝના મલીન પાણીને રિસાઇકલ કરી વાર્ષિક રૂ.500 કરોડની આવક ઊભી કરવાનું આયોજન છે. સાથે સાથે સ્માર્ટ સિટીના ફંડમાંથી શહેરના ઐતિહાસિક કિલ્લાનું નવીનીકરણ, તાપી શુદ્ધીકરણના પ્રકલ્પ તથા શહેરમાં 24×7 પાણીની સુવિધા સ્કાડા મોનિટરિંગ સિસ્ટમ, વધુમાં વિન્ડ પાવર-સોલાર દ્વારા 30 ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે, તે વિગતો મનપા કમિશનર દ્વારા આપવામાં આવી હતી.