Vadodara

કોમર્સ ફેકલ્ટીમાં એમ.કોમ.ની બેઠકો વધારવા ડીનને આવેદન

વડોદરાં એમ.એસ.યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં અંતિમવર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. કેટલીક ફેકલ્ટીઓમાં પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. કોમર્સ ફેકલ્ટીના ટીવાયબીકોમના ૬૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી. જે પૂર્ણ થઈ છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના અભ્યાસક્રમોમાં બેઠકો વધારવા માટેની માંગ કરતુ આવેદનપત્ર ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને કેતન ઉપાધ્યાયને સુપરત કરવામાં આવ્યું હતું.

જેમાં કોમર્સ ફેકલ્ટીના એમ.કોમ.ના ચાલતા અભ્યાસક્રમોમાં બેઠક વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મ.સ.યુનિ.માં ભણતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે યનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી સંગઠન દ્વારા રજીસ્ટ્રાર સહિત ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીના તાજેતરમાં જ પૂર્ણ થયેલી ટીવાયબીકોમની ઓનલાઈન લેખિત પરીક્ષા બાદ એમ.કોમ.માં પ્રવેશ લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારે કોમર્સ ફેકલ્ટી એકાઉન્ટ, બેન્કીંગ, એચ.આર. મેનેજમેન્ટ એન્ડ ઈકોનોમીકસમાં એમ.કોમ.ના અભ્યાસક્રમોમાં દર વર્ષ કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ માટે અરજી કરશે.

આ વર્ષે ૬૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ટીવાયબીકોમની પરીક્ષા આપી છે ત્યારે એમ.કોમ.ના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ધસારો થશે. કોમર્સ ફેકલ્ટી એમ.કોમ.ના અભ્યસક્રમોમાં ઓછી બેઠકો હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી  અને વધુ અભ્યાસ મેળવવા અન્ય શહેરમાં જવું પડે છે. તેવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે એજીએસયુ દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉાધ્યાયને આવેદનપત્ર આપીને એમ.કોમ.ના પાંચ અભ્યાસક્રમોમાં બેઠકો વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

એજીએસયુના વિદ્યાર્થી નેતા અને એફઆર પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, આ વર્ષે ૬૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટીવાય બીકોમની પરીક્ષા આપી છે જે ગત વર્ષે કરતા વધે છે. ત્યારે એમ.કોમ.માં પ્રવેશ આપી શકાય આવેદનપત્ર સ્વીકાર્યા બાદ ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓની રજૂઆતને મુખ્ય કચેરી પર પહોંચાડીશું અને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય કરીશું અને તમામ વિદ્યાર્થીઓ એમ.કોમ.માં પ્રવેશ મેળવે તે પ્રમાણેનું આયોજન કરીશું.

Most Popular

To Top