વિશ્વમાં દરેક માનવી કયારેય એકલો હોતો નથી કેમ કે અન્ય માનવી સાથે વાતચીત કરતો હોય ત્યારે મનમાં તો કંઇ બીજા જ વિચારો ઘૂમરાયા કરતા હોય છે. માનવી જયારે વિચારમાં સરી પડે ત્યારે એકલો હોતો નથી. મનની સાથે વાત કરતો હોય છે. તે સુખી હોય એમ માનવું કેમ કે બીજા માનવી સાથે વાતચીતમાં તો અહમ્ પદ પ્રતિષ્ઠા વેપાર ધંધા જ્ઞાન વગેરેવગેરેનો અહમ ટકરાય છે. હાલ મેળા કે હાટ તો મોટાં શહેરોમાં યોજવાના બંધ થઇ ગયા પણ મેળામાં ભટકતો, ટહેલતો માનવી એકલો હોતો નથી. ટોળામાં જયારે માનવી સામેલ થાય ત્યારે માનવી માનવી રહેતો નથી. પણ જો તે મનના મેળામાં ભળી જાય તો વાસ્તવમાં માનવી બની જાય. સત્તા, પદ, પૈસો, પ્રતિષ્ઠા, અહંકારમાં માનવીનું મન ચકરાવે ચઢી જાય પછી તે આખી જિંદગી ચક્કર ચક્કર ફરવા જ કરે એટલે મન પણ સંદેશો આપે છે કે બીજું કંઇ નહીં પણ માનવી તું માનવ થા.
સુરત-ચંદ્રકાંત રાણા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.