Vadodara

મોંઘવારી મુદ્દે બાબા રામદેવનો વેશ ધારણ કરી વિરોધ

વડોદરા : સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મુકતા આમ નાગરિકની કમર તૂટવા પામી છે. પેટ્રોલ ડીઝલ સહિત રાંધણગેસના ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જેને લઈ મોંઘવારીનો માર જનતા પરેશાનના સૂત્ર સાથે વડોદરાના સામાજિક કાર્યકરે બાબા રામદેવના વેશમાં તેલનો ડબ્બો તેમજ ગેસના બોટલ સાથે સાયકલ યાત્રા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ભાવ તળિયે બેસી ગયો છે. ત્યારે સરકાર પોતાનો સરકારી ખજાનો ભરવા માટે રોજ પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો કરી છે. સાથે ઓઇલ કંપનીઓ દરરોજ નાની-નાની કિંમત વધારી રહી છે. જેનો આર્થિક માર જનતાએ ભોગવવો પડે છે.

પેટ્રોલ – ડીઝલના ભાવ વધવાની સાથે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ – ડીઝલના ભાવ વધારો કરી દેશની જનતાનું આર્થિક શોષણ થઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે. લોકડાઉનના મહિનાઓમાં પેટ્રોલ – ડીઝલના ભાવોમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારાથી જનતા અસહ્ય પીડા અને યાતનાઓ સહન કરી રહી છે. જનતાને હાડમારી ભોગવવી પડે છે. સાથે રાંધણગેસના ભાવ પણ બમણા થઇ ગયા છે અને તમામ લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. લોકડાઉન ના કારણે જનતા ત્રસ્ત છે. નોકરી – ધંધા રોજગારી નથી. જનતાને આ મોંઘવારીના મારથી બચાવવા પેટ્રોલ – ડીઝલ કપાસિયા તેલ સિંગતેલ તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં નિયંત્રણ લાવવા તેમજ પેટ્રોલ – ડીઝલના વેટ અને સેસમાં રાહત આપવાની માંગ સાથે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવના વેશમાં સાયકલ યાત્રા યોજી હતી. જેણે શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.

અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે મોંઘવારીનો માર જનતા પરેશાન એ બાબતને લઈ વડોદરા શહેરમાં સાયકલ યાત્રા યોજી છે.સાયકલ સાથે ગેસના બોટલ , તેલના ડબ્બા પોસ્ટર, બેનર સહિત વડોદરા શહેરના રાજમાર્ગો પર ફર્યા છે.સાથે બાબા રામદેવે કહ્યું હતું કે જે 800 રૂપિયે ગેસના બોટલ છે.તે 400 રૂપિયામાં અને 80 રૂપિયામા પેટ્રોલ છે. તે 40 રૂપિયામાં , આ તમામ વાતો કરી હતી.સત્તામાં આવી ગયા પોતાના ધંધામાં પણ લાગી ગયા ત્યારે હાલ જનતાને એકલી મૂકી દીધી છે.જે રીતે મોંઘવારીનો માર દરેક વ્યક્તિને નડી રહ્યો છે.કહી શકાય કે પેટ્રોલ – ડીઝલનો જે ભાવ છે તે 100 રૂપિયાને પાર થવા આવ્યો છે.જેમ જેમ ભાવ વધે તેમ તેમ જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે.તેની સાથે ગેસના બોટલ ના 1000 રૂપિયાની આસપાસ ભાવ થવા આવ્યા છે.તેલના ડબ્બાનો પણ બમણો ભાવ થઈ ગયો છે.આ તમામ બાબતોને આવરી લઈને આવેદનપત્ર વડોદરા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.અને આ જ આવેદનપત્ર દેશના વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન સુધી પહોંચાડે તેવી માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top