વડોદરા : મ.સ. યુનિવર્સિટી ની આર્ટ્સ ફેકલ્ટી પર બે વિધાર્થી સંગઠન જૂથોના વિધાર્થીઓ જૂની અદાવતે બાખાડયા હતા અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આર્ટ ફેકલ્ટીમાં એબીવીપી વિધાર્થી સંગઠનના વિધાર્થી નેતા નિશિત વરિયા અને એએસયુનાં પ્રિન્સ રાજપૂત વચ્ચે બોલાચાલી થઈ હતી. અગાઉ એએસયુના વિધાર્થી નેતા પ્રિન્સ રાજપૂત દ્વારા એબીવીપી નું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.તેસમયે એબીવીપી દ્વારા સાયબર ક્રાઈમ માં ફરિયાદ નોંધવામાં આવી હતી અને એકાઉન્ટ હેકના સમગ્ર મામલામાં પ્રિન્સ રાજપૂત આરોપી સાબિત થયાં હતાં.
ત્યારે સોમવારે આર્ટ્સ ફેકલ્ટી ખાતે પ્રિન્સ રાજપૂત નવા સત્રની શરૂઆત થતા તેના મિત્રોને મળવા આવ્યો હતો. તેને આવેલો જોઈને એબીવિપીનું એકાઉન્ટ હેક કર્યું હોવાથી એબીવીપીના અગ્રણી નિશિત વરિયા દ્વારા તેની પાસે આઈડી અને પાસવર્ડ માગતા પ્રિન્સે ન આપતા મામલો બીચકયો હતો અને બોલા ચાલી વધતા મામલો મારામારી પર આવ્યો હતો. એબીવીપીના વિધાર્થીઓ દ્વારા પ્રિન્સ રાજપુત ને માર મારવામાં આવ્યો હતો. યુનિ.ના વિજિલન્સ સહિત સિક્યુરિટીના કર્મીઓએ વચ્ચે પડીને બંને જૂથોને અલગ કરીને મામલો થાળે પાડ્યો હતો. એબીવીપીના નિશિત વરિયાએ જણાવ્યું હતું એ સાયબર ક્રાઇમના આરોપી યુનિ.માં પ્રવેશીને વાતાવરણ બગાડી રહ્યા હોવાથી અમે નવા વિધાર્થીઓ પર તેની વિપરીત અસર ન પડે તેથી તેનો વિરોધ કર્યો હતો.
એએસયુના પ્રિન્સ રાજપુતે જણાવ્યું હતું કે આજે મને આર્ટસ ફેકલ્ટી એબીવીપી દ્વારા દ્વારા મને માર મારવામાં આવ્યો છે, અગાઉ પણ મને ધમકીઓ અપાતી હતી અને આઈડી પાસવર્ડ માગવાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. એબીવીપીની ગુંડાગીરી વધી રહી છે. બંને જૂથોનો કાફલો ફરિયાદ કરવા માટે સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તેમજ વિજિલન્સ દ્વારા મધ્યસ્થી કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.