Dakshin Gujarat

નવસારીમાં જમીનના રિ-સરવે પ્રોજેકટમાં વાંધા અરજીમાં ‘પ્રસાદ’ આપવો પડે છે

navsari : સરકાર દ્વારા રિ-રસવેનો ( Re-survey) પ્રોજેક્ટ અમલમાં આવ્યો. એ બાદ રાજ્યના મોટા જિલ્લાઓ સામે નાના કહેવાતા એવા નવસારીમાં 10 હજાર જેટલી વાંધા અરજીઓ આવી હતી, પરંતુ હજુ બધી અરજીનો નિકાલ આવ્યો નથી, ત્યારે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. વળી રિસર્વે સામે વાંધા અરજી અંગે પણ લોકોએ નાણાં વેરવા પડતા હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં કેટલાય લોકોની જમીનની માપણીમાં મોટા પાયે વધઘટ જોવા મળી હતી. આવા કિસ્સાઓ પ્રમાણે 1950 થી 7/12નો રેકોર્ડ જોતા રિ-સરવેના રેકોર્ડના માપમાં વધઘટ જોવા મળે છે. તેમજ આકારમાં પણ ફેરફાર થયેલો જણાય આવે છે. થોડી ખેતીની જમીનના આકારમાં ફેરફાર આવે એ સંજોગોમાં ખેડૂતોને બહુ પરેશાની થાય છે.

હકીકતમાં તો નવસારી ડીઆઈએલઆર કચેરીમાં રિ-સરવે થયેલ જમીનોના નકશા તથા રેકોર્ડ હોવા છતાં રિ-સરવે બાદની ભૂલો કઈ રીતે થઈ શકે તે વિચારવા જેવું છે. ખેડૂતો એ રિ-સરવે બાદ થયેલ ભુલોમાં વાંધા અરજી આપ્યા બાદ ડીઆઈએલઆર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. નવસારીની ડીઆઈએલઆર કચેરીને રિસર્વે સામે એક બે નહીં 10 હજારથી વધુ વાંધા અરજીઓ મળેલી છે. આ જમીનના માપની વઘઘટને પગલે જમીનના પૈસા ભરવાના થતા હોય છે. આ સ્થિતિમાં લોકોમાં ભારે કચવાટ જોવા મળે છે. નવસારી ડીઆઈએલઆરના અધિકારી જાદવ ભલે કહેતા હોય કે સાત હજાર વાંધા અરજીનો નિકાલ કરી દેવાયો છે, પરંતુ વાસ્તવિક ચિત્ર સાવ ઉલ્ટું છે. માંડ પાંચેક હજાર અરજીનો નિકાલ આવ્યો છે.

વળી ડીઆઈએલઆર કચેરીમાં દબાણ મૂક્યા વિના કામ થતા જ ન હોવાની ફરિયાદ પણ થઇ છે. મતલબ કે રિસર્વેનું કામ સારી રીતે નહીં થવાને કારણે અત્યારે લોકોને પોતાની જમીન મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. અત્યારે તો લોકો રિસર્વે હેઠળ પરેશાન થઇ રહ્યા છે. મિલકતમાં થયેલી વઘઘટ થવાને કારણે વિવાદ થયો છે. વળી વાંધા અરજી બાદ પણ નૈવધ ધરાવ્યા વિના કોઇ સાંભળતું પણ નથી. પોતાની મિલકતમાં ડીઆઈએલઆરની રિસર્વે કંપનીની ભુલ હોવા છતાં અત્યારે તો મિલકતધારકોએ હાલાકી ભોગવી રહ્યા છે.

DCIM/100MEDIA/DJI_1073.JPG


DILR વિભાગમાં વાંધા અરજીનો નિકાલને કોરોના નડ્યો : જાદવ
નવસારીમાં ડીઆઈએલઆરની કચેરી આવેલી છે. નવસારીમાં રિસર્વેની 10 હજાર આવેલી છે. ડીઆઈઆરએલના અધિકારી જાદવના જણાવ્યા પ્રમાણે 21મી મેના દિવસની સ્થિતિ જોઇએ તો કુલ 10 હજાર વાંધા અરજી આવેલી છે. જો કે સાત હજાર અરજીનો નિકાલ કરી દેવાયો છે. કોરોનાને ( corona) કારણે સ્ટાફ રજા પર હોય જેવી સમસ્યાને કારણે બાકીની અરજીનો નિકાલ થઇ શક્યો નથી

Most Popular

To Top